________________
આકાર પામ્યું હતું અને ગયા વર્ષે જૈન ક્વેન્સનમાં પણ શ્રી પાવાપુરી જલમંદિરનું સરસ મોડેલ તૈયાર કરવામાં અગ્રીમ ફાળો આપ્યો હતો. વાસંતીબેન પણ શીકાગો જૈન મહિલા મંડળના સક્રીય કાર્યકર છે. ફોન નં. ૬૩૦૫૨૭૮૨૭૮
(૪) સૌથી મોટી પુત્રી ઉષા ૧૯૬રમાં પહેલી મેના રોજ અકસ્માત ૧૯ વર્ષની ઉંમરે અવસાન પામી.
પુત્રીઓમાં જયેષ્ઠ પલ્લવીબેન તથા તેમના પતિશ્રી રવિન્દ્રભાઈ કોબાવાળા લગભગ છેલ્લા ૩ર વર્ષથી શીકાગો જૈન તથા ગુજરાતી સમાજમાં એક ઉમદા સેવાભાવી દંપતી તરીકે જાણીતા છે. રવીન્દ્રભાઈ શીકાગો જૈન સોસાયટીના અગ્રીમ હરોળના સ્થાપક ટ્રસ્ટીઓ પૈકી રહી ચૂક્યા છે. કુટુંબમાં સમાજમાં અને સંઘમાં સહુના આદર અને પ્રીતિપાત્ર રવીન્દ્રભાઈ અને પલ્લવીબેન, પરીણિત પુત્રી પૂર્વી, તથા પુત્ર રૂપક અને બીજી પુત્રી પૂજા બહેન સાથે શાસન તથા સમાજ સેવા ભાવપૂર્વક કરે છે. પલ્લવીબેન પણ શીકાગો જૈન મહિલા મંડળના આદરણીય મહિલા હોવા ઉપરાંત કોટનની ફેકટરી ધરાવતા રવીન્દ્રભાઈ સાથે પ્રસન્ન દાંપત્યનું ઉદાહરણ રૂપ જીવન અને શિક્ષીકાનો વ્યવસાય શોભાવી રહ્યા છે. - ફોન નં. ૬૩૦૩૫૫૫૬૨૨
પુત્રી ડૉકટર પંકજ બેન નાનપણથી વિશિષ્ટ પ્રકૃત્તિ ધરાવતા હોવાથી આધ્યાત્મિક પંથે વળી ગયા છે એનેસ્થેસીયા સાથે M.D થયા પછી તેમણે આયુર્વેદ અને હોમિયોપેથીનો પણ અભ્યાસ કર્યો છે. તેમના જેવી જ શાળાકાળથી જે ભેગી અન્ય ચાર બહેનપણીઓએ સર્જરી, ફીઝીશ્યન, ડેન્ટલ, અને ગ્યાનેકોલોજીમાં માસ્ટર્સ ડીગ્રી મેળવી અને લગભગ ૨૦ વર્ષથી આણંદ વલ્લભવિદ્યાનગરની સ્વામીનારાયણ પંથની વિખ્યાત સંસ્થા ગુણાતીત જ્યોતમાં દીક્ષા લઈને તબીબી વ્યવસાય સાથે અધ્યાત્મના ઊંચા શિખરે પહોચ્યા છે.