________________
મg gigns અનેવંત અને સ્વાદ્વાદ CHE
૩. જૈનધર્મ એ સંપૂર્ણ લોકશાસનવાદી ધર્મ એ રીતે છે કે તીર્થકરોએ જેની સ્થાપના કરી છે, તે “સંઘ એક સામૂહિક સત્તા છે. શ્રાવક, શ્રાવિકા, સાધૂ અને સાધ્વીના ચાર વિભાગના બનેલા આ સંઘનો મોભો અને સત્તા એટલાં વિશાળ છે કે એની સત્તાને સર્વોપરિ માનવામાં આવી છે. તીર્થકર ભગવંતો પણ જયારે દેશના (ઉપદેશ) આપવા બેસે છે ત્યારે આ ચતુર્વિધ સંઘને પ્રથમ નમસ્કાર કરે છે. આમાં ભારોભાર લોકશાસનવાદ પડેલો છે. સ્ત્રી અને પુરુષ વચ્ચે પણ જૈનધર્મમાં કોઈ ભેદ મૂકવામાં આવ્યો નથી.
૪. જૈનધર્મ અને જૈન તત્ત્વજ્ઞાન, કેટલાક પાશ્ચાત્ય વિદ્વાનો માને છે તેમ ફક્ત અઢી હજાર વર્ષથી જ પ્રચલિત નથી. જૈનોના છેલ્લા તીર્થકર શ્રી મહાવીરના કાળથી જ જૈન તત્ત્વજ્ઞાન અસ્તિત્વમાં આવ્યું નથી. શ્રી મહાવીર તો આ યુગના છેલ્લા ચોવીસમાં તીર્થકર હતા. ચાલુ મુખ્ય કાળવિભાગના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવને થઇ ગયે અગણિત લાખો વર્ષો વીતી ગયાં છે.
૫. શ્રી ઋષભદેવથી શ્રી મહાવીર સુધીના જે ચોવીસ તીર્થકરોનો જે કાળ. નિર્ગમન થઈ ગયો, તે પહેલાં પણ જૈનધર્મ અસ્તિત્વમાં હતો.
૬. કાળના જૈન દાર્શનિકોએ મુખ્ય બે વિભાગ પડ્યા છે. એકને ઉત્સર્પિણી અને બીજાને અવસર્પિણી એવું નામ આપ્યું છે. આ બે મળીને કાળનું એક ચક્ર પુરું થાય છે. આવાં અનેક કાળચક્રો અનાદિકાળથી ચાલતાં આવ્યાં છે અને અનંતકાળ સુધી ચાલશે. કાળચક્રના એ બે વિભાગો, ઉત્સર્પિણી અને અવસર્પિણી પણ અનાદિકાળથી ચાલતા આવ્યા છે અને અનંતકાળ સુધી આવશે. આ બે મળીને જે એક કાળચક્ર થાય તેવા અગણિત-અસંખ્યાતા-કાળચક્રો થઈ ગયા અને થશે. એનો કોઈ પાર નથી.
પ્રત્યેક ઉત્સર્પિણી તથા અવસર્પિણી કાળવિભાગમાં ચોવીસ ચોવીસ તીર્થંકરો થતા આવ્યા છે અને થયા કરશે. આજે આપણે વર્તમાન કાળચક્રના અવસર્પિણી વિભાગમાં છીએ. કાળના આ બે વિભાગો પણ દરેક છ વિભાગમાં વહેંચાયેલા છે. એને “આરો' કહેવામાં આવે છે. આપણે વર્તમાન અવસર્પિણીના પાંચમાં આરામાં છીએ.
ભૂતકાળમાં થઈ ગયેલાં અનંત કાળચક્રોમાં પ્રત્યેક ઉત્સર્પિણી અને પ્રત્યેક અવસર્પિણી દરમ્યાન ચોવીસ ચોવીસ તીર્થંકરો થઈ ગયા હોવાનું માનવામાં આવે છે અને તે ક્રમને અનાદિઅનંત માનવામાં આવે છે; એટલે, જૈનો પોતાના ધર્મને પણ “અનાદિ, શાશ્વત અને અવિચળ માને છે. અનાદિ અને અનંત એવા કાળચક્રોની પરંપરાની માફક જૈન ધર્મ પણ અનાદિ છે, અનંતકાળ સુધી રહેશે.