________________
૧૬૨૫
99
અનેકાંત અને સ્યાદ્વાદશ
આ પૂર્ણ જ્ઞાન છે અને એ જેમને પ્રાપ્ત થાય છે તેમને ‘સર્વજ્ઞ’ અથવા ‘કેવળી’ કહેવામાં આવે છે.
આ કેવળ જ્ઞાનને અંગ્રેજીમાં omniscience કહે છે, એ જ્ઞાન જેમને પ્રાપ્ત થયું હોય તેમને એ ભાષામાં omniscient તરીકે ઓળખાવવામાં આવે છે. આત્માનું પૂર્ણ જ્ઞાન રૂપી જે ‘સ્વ-સ્વરૂપ’ છે, તે આમાં સંપૂર્ણપણે પ્રગટ થાય છે. આ ફક્ત ‘આત્મ જ્ઞાન’ નથી, સમગ્ર બ્રહ્માંડ અને એની તમામ રચનાઓને આવરી લેતું આ પૂર્ણ પૂર્ણ પૂર્ણ જ્ઞાન છે.
આ પાંચમાના પ્રથમ બે જ્ઞાન, ‘મતિ અને શ્રુત,’ પરોક્ષ જ્ઞાન છે કેમ કે, ઇંદ્રિયો અને મન રૂપી માધ્યમની-Medium ની-એમાં જરૂર પડે છે. છેલ્લા ત્રણ, ‘અવધિ, મન:પર્યવ અને કેવળ જ્ઞાન' પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે; કેમ કે એમાં કોઈ પણ પ્રકારના માધ્યમ વિના, આત્માને પોતાને સાક્ષાત્-પ્રત્યક્ષ-એ જ્ઞાન પ્રાપ્ત થાય છે.
પાછળ આપણે ચાર પ્રમાણની વિચારણા કરી ત્યારે ઇંદ્રિયો અને મન દ્વારા થતા બોધને આપણે ‘પ્રત્યક્ષ’ પ્રમાણ ગણાવ્યું હતું. મતિ અને શ્રુત એ બંને જ્ઞાન ઇંદ્રિયો તથા મનની સહાયતાથી થાય છે એમ અહીં જણાવ્યું છે, એમ છતાં, અહી આપણે એને ‘પરોક્ષ જ્ઞાન' કહીએ છીએ. આ જે ભેદ-વિરોધી કથન-જણાય છે તેનું કારણ એ છે કે વ્યહારિક અને આધ્યાત્મિક બાબતોમાં ભેદ છે, વ્યવહારમાં ઇંદ્રિયોથી થતા જ્ઞાનને આપણે, પરોક્ષ કહેવાને બદલે પ્રત્યક્ષ કહીએ છીએ. પરંતુ આધ્યાત્મિક ક્ષેત્રમાં, ઉંચી ભૂમિકા ઉપર, પરિસ્થિતિ પલટાય છે. વ્યવહારમાં આપણે ફક્ત ઇંદ્રિયો અને મનનો આશ્રય લઇને જ ચાલવાનું હોય છે. આધ્યાત્મિક વિકાસના પ્રદેશમાં ઇંદ્રિયો અને મનને વેગળા મૂકીને, એમના ઉપર સંપૂર્ણ કાબુ મેળવીને, આત્મતત્ત્વના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવાની વાત આવે છે.
એટલે, જૈન તત્ત્વવેત્તાઓએ, એક તરફ ઇંદ્રિયો અને મન, તથા બીજી તરફ આત્મા, એવી બે જુદી જુદી અપેક્ષાએ પ્રત્યક્ષ પ્રમાણના બે વિભાગ પાડ્યા છે, એને ‘સાંવ્યવહારિક પ્રત્યક્ષ’ અને ‘પારમાર્થિક પ્રત્યક્ષ' એમ તેઓ કહે છે. ઇંદ્રીયો અને મન દ્વારા થતું જ્ઞાન આધ્યાત્મિક ક્ષેત્રમાં પરોક્ષ ગણાયું છે. પરંતુ વ્યવહારિક ક્ષેત્રમાં એને પ્રત્યક્ષ એટલે ‘સાંવ્યવહારિક પ્રત્યક્ષ’ ગણવામાં આવ્યું છે. જ્યારે આધ્યાત્મિક ક્ષેત્રમાં જેને ‘પ્રત્યક્ષ જ્ઞાન' કહે છે તેને ‘પારમાર્થિક પ્રત્યક્ષ’ ગણવામાં આવ્યું છે. ઇંદ્રિયો અને મનની સહાયતા વિના જે જ્ઞાન પ્રગટ થાય છે, પ્રાપ્ત થાય છે, તે જ સાચું પ્રત્યક્ષ જ્ઞાન છે; કેમ કે, આત્માનો પોતાનો એ સહજ ગુણ છે અને જ્યારે ઇંદ્રિયો તથા મન ઈત્યાદિ માધ્યમની સહાયતા વિના જ એ જ્ઞાન આત્મામાં સાક્ષાત્ (પ્રગટ) થાય ત્યારે એ જ્ઞાન જ સાચું પ્રત્યક્ષ પ્રમાણ બને છે. પ્રમાણ શાસ્ત્રમાં