________________
પાંચ જ્ઞાન
જૈન તત્ત્વવેત્તાઓએ જ્ઞાનના બે મુખ્ય વિભાગો પાડ્યા છે. (૧) સમ્યગ્ (એટલે સાચું) જ્ઞાન. (૨) મિથ્યા (એટલે ખોટું) જ્ઞાન.
સમ્બંગ્ જ્ઞાનના તેમણે પાંચ વિભાગો પાડ્યા છે.
(૧) મતિ જ્ઞાન.
(૨) શ્રુત જ્ઞાન.
(૩) અવિધ જ્ઞાન.
(૪) મન:પર્યવ જ્ઞાન.
(૫) કેવળ જ્ઞાન.
મિથ્યા જ્ઞાનના એમણે ત્રણ પ્રકાર બતાવ્યા છે.
(૧)
મતિ અજ્ઞાન,
(૨)
શ્રુત અજ્ઞાન.
(૩) વિભંગ જ્ઞાન.
આ અજ્ઞાનને વિપરીત જ્ઞાન પણ કહેવામાં આવે છે.
૧૬૧
સમ્યગ્ અને મિથ્યા જ્ઞાનના બીજા પ્રકારો તો અનેક છે. આપણે સાચા જ્ઞાન સાથે કામ છે; એટલે સમ્યગ્ જ્ઞાનના પાંચ મુખ્ય પ્રકારોને આપણે તપાસીએ.
૧. મતિ જ્ઞાન ઃ ઈંદ્રિયો અને મન વડે જે જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે, થઇ શકે છે, તેને મતિ જ્ઞાન કહેવામાં આવે છે.
૨.
શ્રુત જ્ઞાન ઃ શબ્દના આધાર પર જે જ્ઞાન એકલા મન દ્વારા પ્રાપ્ત થાય તેને શ્રુત જ્ઞાન કહેવામાં આવે છે.
૩.
અવધિ જ્ઞાન : ઇંદ્રિયો અને મન વિગેરે કોઇ પણ માધ્યમની સહાયતા વિના જ, દ્રવ્ય, ક્ષેત્ર અને કાળની અપેક્ષાઓની મર્યાદામાં જે રૂપી (સાકાર) પદાર્થોનું, જ્ઞાન આત્માને સાક્ષાત્ થાય તેને અવિધ જ્ઞાન કહે છે.
૪. મન:પર્યવ જ્ઞાન : અઢી દ્વીપમાં રહેલ સંજ્ઞીપંચેન્દ્રિય જીવોના મનને જે સાક્ષાત્ દેખાડે તે મનઃપર્યંવ જ્ઞાન કહેવાય છે. આમાં પણ ઇંદ્રિયો અને મનની સહાયતાની જરૂર નથી. સરળ અર્થમાં ઇંદ્રિયો અને મનની સહાયતા વિના જ; મનોદ્રવ્યનું એટલે બીજાઓના મનમાં પડેલી અને ભરેલી વાતોનું જે જ્ઞાન આત્માને સાક્ષાત્ થાય તે મનઃમર્યવ જ્ઞાન.
૫. કેવળ જ્ઞાન · ઇંદ્રિયો અને મનની સહાયતા વિના જ, રૂપી, અરૂપી, (સાકાર અને નિરાકાર), સૂક્ષ્મ અને સ્થૂળ વિગેરે સર્વ કાળના સર્વ પદાર્થોનું સર્વદર્શી અને સંપૂર્ણ જ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય છે, ત્યારે તેને ‘કેવળ જ્ઞાન’ કહેવામાં આવે છે.