________________
માં ૧૦મા અનેકંત અને સ્યાદ્વાદ માં
વતનમાં આવીને જોયું તો આપણે ત્યાં, ભારતવર્ષમાં, જૈન તત્ત્વજ્ઞાન વિષે અજ્ઞાન પ્રવર્તે છે, તે પણ કંઈ જેવું તેવું આશ્ચર્ય નથી. એથી યે મોટું આશ્ચર્ય તો એ છે, કે ખુદ જૈન સમુદાયમાં પણ એ તત્ત્વજ્ઞાન વિષેની સમજણ નહિવત્ છે. જૈન ધર્મ, ઈશ્વરને કર્તા સ્વરૂપે સ્વીકારતો નથી એવી મારી વાત સાંભળીને હસતા અને મને ‘નાસ્તિક” કહેતા કેટલાક જૈન ભાઈઓને મેં જોયા ત્યારે દિલમાં એક મોટો આઘાત પેદા થયો.
પણ, સૌથી મોટું દુઃખ, આશ્ચર્ય અને આઘાત તો મેં ત્યારે અનુભવ્યાં, જ્યારે મને મારી પોતાની અલ્પતાનું ભાન થયું.
જૈન ધર્મ અને જૈન તત્ત્વજ્ઞાન વિષે મોટી મોટી વાતો હું ઠેકઠેકાણે કરતો હતો. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન હોય તેમ જૈન તત્ત્વજ્ઞાનની ચર્ચા ઠેકઠેકાણે કરીને ઘણા લોકોને મેં છફ કરી નાંખ્યા હતા. આ વિષયની મારી પાસે ઘણી બધી માહિતી છે એમ હું માનતો હતો.
પરંતુ, અહિં આવ્યા પછી કેટલાક જૈન મુનિરાજોને, પંન્યાસજી મહારાજોને અને આચાર્ય ભગવંતોને હું મળ્યો, તેમની સાથે થોડીક તત્ત્વચર્ચા કરી અને તેમની પાસેથી થોડીક વિશેષ જે માહિતી મને મળી, એ જોયા અને સમજ્યા પછી, મારી ખાત્રી થઈ ગઈ કે જૈન તત્ત્વજ્ઞાન વિષેનું મારું પોતાનું જ્ઞાન,સિંધુમાંના બિંદુનાયે એક અણું જેટલું હતું. બિંદુના એ અણુથી મોહીત થયેલો હું, પેલા મદારીની ડુગડુગીની જેમ, જગતના ઘણા લોકોને મોહિત કરવા નકળી પડ્યો હતો એનું ભાન થતાં જ મારા હોઠ સિવાઈ ગયાં. સંસ્કૃતમાં લખાયેલું એક પ્રાચીન કથન મને યાદ આવી ગયું એ કથનનું તાત્પર્ય આ છે :
અહો કિંચિત્ જ્ઞાને અબુધ મનમાં ગર્વ ધરતો, બધું હું જાણું છું, અવલ મુજને એમ ગણતો; પરંતુ જે વારે, પરિચય થયો સંત જનનો, ખૂલ્યાં ચહ્યુ ત્યારે સમજ પડી કે મૂર્ખ હું તો.” (ભર્તુહરિ નીતિશતક)
પરંતુ, આ જ્ઞાન થયું તેથી લાભ જ થયો. ખોજ કરતાં કરતાં એક “ગુરૂદેવ” સુગુરૂ' મને મળી ગયા. એમણે આપેલી દોરવણીનું દોરડું મેં વણવા માંડ્યું. તેઓશ્રીએ આપેલા ને સૂચવેલાં પુસ્તકો હું જોઈ ગયો.
લગભગ પાંચ વર્ષના અધ્યયન અને પરિશ્રમ પછી, આ જ્યારે હું લખવા બેઠો છું ત્યારે પણ, મારી અલ્પતાનું ભાન, એવું ને એવું જ તીવ્ર છે. પૂજ્ય મહારાજશ્રીની, મારા ગુરૂદેવની, પ્રેરણા ના મળી હોત તો આ લખવા બેસવાની હિંમત આજે પણ મારાથી થઈ શકત કે કેમ તે એક પ્રશ્ન છે.