________________
આ પાંચ કારણો પર ૭૭ દર મરે છે. આવી બધી ઘટનાઓ માટે, કેવળ ભવિતવ્યતા સિવાય બીજું શું કારણ હોઈ શકે?’ તેમનું એવું માનવું છે કે કેવળ એક ભવિતવ્યતા જ આ બધા માટે કારણભૂતજવાબદાર છે. અને એ એક જ કારણ સર્વ કાર્યો માટે કારણભૂત છે.”
અહીં, આ ભવિતવ્યતા શબ્દનો અર્થ આપણે બરાબર સમજી લેવો પડશે. સામાન્ય માણસો આ શબ્દના બે અર્થ કરે છે.
૧. કર્મ દ્વારા માણસનું નસીબ ઉર્ફે પ્રારબ્ધ ઘડાયું છે તે.
૨. ઈશ્વરની કૃપા અથવા ઇશ્વરની ઇચ્છા. “હું કરૂં. આ મેં કર્યું એમ માનવી મિથ્યા બકે; પણ ઇશની આજ્ઞા વિના એક પાન પણ ન હાલી શકે એમ કહેનારા અને માનનારા, ભવિતવ્યતા ઉર્ફ નિયતિનો અર્થ, “કેવળ એક ઇશ્વરની જ ઈચ્છા” એવો કરે છે.
આ બંને પ્રકારના અર્થ ખોટા છે. અહિં ભવિતવ્યતા શબ્દ એ બેમાંથી એક પણ અર્થમાં વપરાતો નથી. જૈન તત્ત્વવેત્તાઓએ, કર્તા સ્વરૂપે કોઇ ઇશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કર્યો નથી. કંઇપણ કાર્ય કરવાની ઇચ્છા એ એક મનુષ્યસુલભ વૃત્તિ જેનામાં હોય તેને ઇશ્વર કહી જ ના શકાય એમ તેઓ કહે છે.
હિંદુ ધર્મમાં ઈશ્વરના સાકાર અને નિરાકાર એવા બે સ્વરૂપો કલ્પવામાં આવ્યા છે. એ બંને સ્વરૂપોને તેમણે ક્રિયાશીલ કર્તા તરીકે માન્યા છે. જૈન તત્ત્વજ્ઞાન આ વાતને સ્વીકારતું નથી. આ એક આખો જુદો વિષય છે. એની ચર્ચા કરવા જતાં અહીં વિષયાંતર થઈ જવાનો સંભવ છે. એટલે અહીં તો આ ભવિતવ્યતા ઉર્ફે નિયતિનો જૈન દાર્શનિકો કેવો અર્થ કરે છે એ વાતનું નિરૂપણ કરીને જ આપણે અટકવું પડશે.
જૈન તત્ત્વવેત્તાઓ ભવિતવ્યતા ઉર્ફે નિયતિનો અર્થ નિશ્ચિત થએલું એવો કરે છે. કાળના જે બે વિભાગ છે, ઉત્સર્પિણી અને અવસર્પિણી; તે દરેક વિભાગમાં ચક્રવર્તીઓ બાર અને તીર્થકરો ચોવીસ જ થાય એવો જે નિશ્ચિત ક્રમ છે એને માટે આ ભવિતવ્યતા રૂપી એક કારણ છે એવું તેઓ માને છે. બીજા ચાર કારણોની સાથે મળીને આ કારણ કાર્ય કરાવે છે, એવો તેમનો મત છે. બધા જ કાર્યોની પાછળ આ એક જ કારણ હોય છે એવું તેઓ માનતા નથી.
જૈન દાર્શનિકોનો આ અભિપ્રાય સમજવા જેવો છે. તેમના અભિપ્રાય મુજબ, પ્રત્યેક કાર્યની પાછળ પાંચમાં અનિવાર્ય કારણ તરીકે નિયતિ રહેલી જ છે.
આ વિશ્વની રચનામાં અને સંસારની ઘટનાઓમાં કેટલાય એવા કાર્યો બને છે જેની પાછળ કાળ, સ્વભાવ, કર્મ અને ઉદ્યમરૂપી કારણો ઉપરાંત કોઇક અગમ્ય એવું કારણ પણ રહેલું હોય છે. એ ચાર કારણો જ્યારે ટુંકા પડે છે ત્યારે એ ચારેને