________________
૧૮૮
અનેકાંત અને સ્યાદ્વાદશિ નથી. એ બંને મળીને એક સ્વતંત્ર અસ્તિત્વ ઉભું કરે છે. એટલે, સ્વતંત્ર આત્મા અને સ્વતંત્ર કર્મ પુદ્ગલોનું જોડાણ થતાં ત્રીજું જે સ્વતંત્ર અસ્તિત્વ પ્રગટ થાય છે તેને તત્ત્વજ્ઞાનીઓ ‘કર્મબદ્ધ’ ‘સંસારી’ આત્મા એમ કહે છે. આપણે એને ‘શરીર’જીવંત શરીર એ અર્થમાં ઓળખીએ છીએ.
હવે જ્યારે આ આત્મા ‘મ્હારૂં’ એમ કહીને પોતાના શરીરને ઓળખાવે છે, ત્યારે, તે પોતે તેમાં વ્યાપ્ત થએલો હોવાથી સાપેક્ષ દૃષ્ટિએ આપણે જીવંત શરીરને પણ ‘આત્મા’ કહી શકીશું આમાંથી જાણવા એ મળે છે કે આ કર્મબદ્ધ આત્મા પોતાના સ્વતંત્ર અસ્તિત્વને જાણે છે અને એટલે જ તે પોતાને ‘હું’ અને તે સિવાયના તેના શરીરને તથા શરીરના અંગોને ‘મ્હારૂં’ એમ કરીને ઓળખાવે છે. આ દૃષ્ટિથી, આત્માને અનાદિ કાળથી વળગેલાં જડ પુદ્ગલો પણ ‘આત્મા’ બની જાય છે. આ વાત પણ સાપેક્ષ દૃષ્ટિથી થાય છે એ વાત યાદ રાખજો.
આ ‘હું’ અને ‘મ્હારૂં’ એનો આપણે ક્રમશઃ વિસ્તાર કરીએ. સમજવાની બહુ મજા આવશે.
સૌથી પ્રથમ તો આત્માની સાથે સીધો-પ્રત્યક્ષ સંબંધ જે શરીર ધરાવે છે, તે શરીરને માટે પણ ‘હું’ એવો શબ્દ જે આત્મા વાપરે.
એક પ્રકારના સંબંધથી–સંસ્કારથી વાપરે છે, વાસ્તવમાં તો આત્મા અને શરીર ભિન્ન છે, બંનેના દ્રવ્યો અલગ અલગ છે, પરંતુ કર્મના સંયોગથી એ એક બની જતાં, એક બનવાનો સંસ્કાર પામવાથી, બેમાંથી એક બની જાય છે.
હવે આ વાતને આપણે આગળ વધારીએ.
‘આ મારા પિતાજી છે; આ મારા માતા છે, આ મારી પત્ની છે. આ મારા પુત્રપુત્રી છે. આ મારા મિત્ર છે.' આવા શબ્દો આપણે જ્યારે ઉચ્ચારીએ છીએ ત્યારે ચિત્તમાં ‘મારાપણાનો એક સંસ્કાર અથવા ધ્વાનિ' હોય જ છે.
શુદ્ધ તાત્ત્વિક દૃષ્ટિથી શરીર અને આત્મા ભિન્ન હોવા છતાં, સંસ્કારથી એક બની ગયા હોવાને કારણે ‘હું’ એવો શબ્દ પ્રયોગ જ્યારે આપણે કરીએ છીએ, ત્યારે તેમાં આત્મા અને શરીર એ બંનેનો ઉલ્લેખ થાય જ છે.
આવી જ દૃષ્ટિથી, કુટુંબીજનો અને મિત્રો માટે આપણે જ્યારે ‘મ્હારા’ એવો શબ્દ પ્રયોગ કરીએ, ત્યારે ચિત્તમાં ઉઠતા સંસ્કાર દ્વારા, તે બધા સાથે આપણે ‘એકત્વ’ અનુભવીએ છીએ. આ દૃષ્ટિથી વિચારતાં, જે મ્હારૂં છે, તે હું જ છું, એવો ભાવ લાવીને આપણે એમ પણ કહી શકીશું કે ‘બીજા પુરૂષ અને ત્રીજા પુરૂષની ભિન્નતા ધરાવતા તે બધા ‘મ્હારા’ હોવાથી તે પણ હું જ છું.' આ સાપેક્ષ વાત છે તે ભૂલશો નહિ.
,
હવે, ચિત્તના આ સંસ્કાર દ્વારા જે કોઈ માટે આપણે ‘મ્હારૂં ' એવો શબ્દ