________________
૮૨ માં અનેકંત અને સ્યાદ્વાદ જો હોય તો જ એ કાપડ તૈયાર થાય છે. ભવિતવ્યતાનો સહકાર જો ન હોય તો તેમાં પણ, અનેક વિદ્ગો નડે છે, તે કાર્ય બનતું નથી.
આ પાંચ કારણો એક સાથે કેવી રીતે કામ કરે છે એનું એક બહુ સુંદર દૃષ્ટાંત જૈન તત્ત્વવેત્તાઓએ આપ્યું છે.
“નિયતિવશાત્ લઘુકર્મી બનીને જીવ, નિગોદમાંથી બહાર નીકળે છે; પુણ્યકર્મથી મનુષ્યભવ અને સરયોગ આદિ સામગ્રી તે મેળવે છે; ભવસ્થિતિનો પરિપાક થાય ત્યારે જીવવીર્ય ઉલ્લસે છે; ભવ્ય સ્વભાવ હોય તો તે ભવ્ય જીવ પુરૂષાર્થથી અને કાળબળે શિવગતિને પામે છે.”
આજ દૃષ્ટાંતને એક બીજી રીતે પણ રજુ કરવામાં આવે છે -
‘ભવિતવ્યતાથી જીવ, નિગોદમાંથી બહાર નીકળે છે; સ્વભાવ અનેક કાળના સહકારથી ચરમાવર્તમાં આવે છે; ચરમાવર્તમાં કર્મવડે ધર્મ-પુરૂષાર્થ માટેની પંચેન્દ્રિયપણું વિગેરે આવશ્યક સામગ્રી તેને પ્રાપ્ત થાય છે; અને આ સામગ્રીવડે યુક્ત થયેલો આત્મા, હવે, પંચમકારણ પુરૂષાર્થ દ્વારા જ મોક્ષમાર્ગની સાધના કરે છે, એ માર્ગે પ્રયાણ કરે છે.”
આમાં, નિયતિ ઉર્ફે ભવિતવ્યતારૂપી એક કારણ દ્વારા જીવને નિગોદમાંથી બહાર આવવાનું બને છે. ત્યાંથી બહાર આવ્યા પછી, મનુષ્યભવ ઈત્યાદિ મેળવી આપનાર પુણ્યકર્મ, એ કર્મરૂપી બીજું કારણ છે. સ્વગુણ, સ્વભાવ, એ ચોથું કારણ છે અને આત્માને વળગેલો કર્મમળ ધોઈ નાંખીને સંપૂર્ણ રીતે કર્મમુક્ત થવાનો એનો પુરૂષાર્થ એ પાંચમું કારણ છે.
આ રીતે, ભવિતવ્યતાથી જીવ નિગોદમાંથી બહાર નીકળ્યો; સ્વભાવથી તે ઉર્ધ્વગામી બન્યો; કર્મથી એને સામગ્રીઓ તથા સુગમતાઓ સંપડ્યા; ઉદ્યમથી તે મુક્તિના માર્ગે આગળ વધ્યો; અને કાળનો પરિપાક થતાં એ આત્મા મુક્ત બન્યો. આથી સ્પષ્ટ સમજાશે કે આત્માની મુક્તિના એક કાર્યને બનવામાં પેલા પાંચેય કારણો જયારે ભેગા મળ્યા ત્યારે જ એ કાર્ય બન્યું.
ઉપર ‘નિગોદ અને “ચરમાવર્ત એવા જે બે શબ્દો આવ્યા છે, એની થોડીક સમજણ આપણે અહીં લઈએ.
જૈન તત્ત્વજ્ઞાનીઓની માન્યતા મુજબ અનંત કાળચક્રો વીત્યા પછી એક પુદગલ પરાવર્ત કાળ આવે છે. જીવ માટે સંસારવાસનું આ છેલ્લું “સમયવર્તી ભ્રમણ' કહે છે. એને “ચરમાવર્ત નામથી ઓળખવામાં આવે છે. નિગોદમાંથી નીકળેલા જીવને ચરમાવર્તમાં આવતાં સામાન્ય રીતે અનંતકાળ લાગે છે. આ અંગેની વિશેષ સમજણ, રસ પડે તો તજજ્ઞ મહાનુભાવો પાસેથી મેળવી લેવી.