________________
SMS ચાર આધાર દીવાદ ૨૯ Sિ એ દુધ તે તપેલીમાં નહિ પણ તપેલીની અંદરના પોલાણવાળા ભાગમાં (અવકાશમાં) રહેલું છે. એટલે ક્ષેત્ર શબ્દનો ઉપયોગ જયારે આપણે કરીએ ત્યારે, કોઇપણ બીજી વસ્તુના આધાર વગરના સ્થળનો-ક્ષેત્રનો-ઉલ્લેખ થાય છે, એમ સમજવાનું છે, આમાં આવશ્યક્તા મુજબ આપણી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને નિર્ણય કરવો.
તપેલી સ્ટેઇનલેસ સ્ટીલની અથવા પિત્તળની બનેલી છે. એમાં આપણે દુધ ભરીએ છીએ ત્યારે સ્ટેનલેસ સ્ટીલ અથવા પિત્તળ જે સ્થળે હોય છે ત્યાં જ રહે છે અને દુધ જ્યાં હોય છે ત્યાં - તપેલીની અંદરના પોલાણવાળા ભાગમાં રહે છે. એટલે, દુધને એક સ્થળમાં રહેવાનો આધાર તપેલીએ ભલે આપ્યો; બંને પોતપોતાના સ્થળમાં ક્ષેત્રમાં અલગ છે.
* આકાશમાં એક પંખીને આપણે ઉડતું જોઈએ છીએ, ત્યારે, આકાશ અને પંખી બંને એક જ સ્થળે છે. આકાશ ત્યાં છે અને પંખી પણ ત્યાં છે. પરંતુ, એ બંનેના ક્ષેત્ર એક નથી. જૈન દાર્શનિકોના મત મુજબ આકાશ પોતે જ એક ક્ષેત્ર છે, જ્યારે બાકીનાં દ્રવ્યો “ક્ષેત્રી છે. આમ છતાં વ્યવહારિક સમજણ માટે આપણે અહીં એમ માનીને ચાલીએ છીએ કે આકાશ જે પ્રદેશ ઉપર આવ્યું હોય તે પ્રદેશમાં તેનું ક્ષેત્ર છે. દાખલા તરીકે કોઈ ગામ, શહેર કે પ્રદેશ ઉપર જે આકાશ દેખાય છે તે દશ્યમાન આકાશના માટે, આપણે તે તે સ્થળ અથવા પ્રદેશની ઉપરનો ભાગ, તે તે આકાશનું ક્ષેત્ર છે એમ.ફક્ત ઉદાહરણ તરીકે માની લઇએ. આકાશ એક દ્રવ્ય નિર્ભેળ દ્રવ્ય) છે જ્યારે પંખી પણ એક દ્રવ્ય (સંગઠિત દ્રવ્ય) છે. અહીં પંખી જે પ્રદેશમાં છે તે પંખીનું ક્ષેત્ર છે અને આકાશ જે પ્રદેશમાં છે તે આકાશનું ક્ષેત્ર છે. આ સમજવાથી સ્પષ્ટ થશે કે આકાશ અને પંખી, એ બંને દ્રવ્યો, પોતપોતાના ક્ષેત્રમાં અલગ અલગ છે. આવી જ રીતે, આકાશમાં જે સૂર્ય, ચંદ્ર, તારાઓ વિગેરે દેખાય છે, તે બધાના ક્ષેત્ર પૃથફ પૃથફ છે અને આકાશનું ક્ષેત્ર પણ એ બધાના ક્ષેત્રથી ભિન્ન છે. * ક્ષેત્રની અપેક્ષાની – ક્ષેત્રતા આધારની વાત આપણે જ્યારે કરીએ ત્યારે આ વાત બરાબર ધ્યાનમાં રાખવાની છે. દષ્ટાંત તરીકે, “ખુરશી ઉપર હું બેઠો છું એમ જયારે કોઈ કહે, ત્યારે તેનું બેસવાનું ક્ષેત્ર અને ખુરશી પોતે જયાં છે ત્યાં એનું ક્ષેત્ર, એમ બંને ક્ષેત્રો જુદા જુદાં છે, એક નહિ.
આ વાત સમજવા માટે થોડાંક સાદા સીધા દષ્ટાંતો લઇએ. (૧. લખતી વખતે મારા હાથમાં રહેલી પેન્સીલનું ક્ષેત્ર “મારો હાથ' છે. ૨. જેના ઉપર લખાય છે તે કાગળનું તે વખતનું ક્ષેત્ર ટેબલ છે.
(ટેબલ ઉપરનો તેટલો ભાગ)