________________
પણ આત્માનો વિકાસ ક્રમ ગામમાં ૧૯૧
૩ ‘મિત્તી એ સવ્વ ભૂએસુ ૪ “વેર મઝું ન કેણઈ આ ચાર વાક્યોનો અર્થ છે :૧ સર્વ જીવોની હું ક્ષમા માગું છું, સર્વને હું ક્ષમા આપું છું. ૨ સર્વ જીવો મને ક્ષમા કરો. . ૩ જીવમાત્ર સાથે મારે મૈત્રીભાવ છે. ૪ કોઈની સાથે મારે વેરભાવ નથી.
પોતાનો વિકાસ ઈચ્છતા કોઈ પણ આત્માને શરૂઆત આ ચાર વાક્યોથી જ કરવી પડશે. આ ચારેચાર વાક્યો સાથે, એકત્વ-સમરસતાનો, અનુભવ કરવો પડશે.
આ સમરસતા પ્રગટ કરવા માટેની એક પૂર્વ ભૂમિકા છે. એનું નામ છે કૃતજ્ઞતાભાવ ‘એટલે જેમણે આપણા ઉપર ઉપકારો કર્યા હોય, તે બધા પ્રત્યેની આભારની લાગણી. આભારની આ લાગણીને પ્રગટાવવાનું સાધન “નમસ્કારભાવ”
નમસ્કારભાવ” એટલે “નમ્રતા.” નમ્રતા” એટલે “અહંભાવનું સંપૂર્ણ વિસર્જન'
અહંભાવનું વિસર્જન જો ના થાય તો નમ્રતા આવે નહિ. નમ્રતા જો ના જાગે, તો નમસ્કારભાવ પ્રગટે,નહિ. નમસ્કાર જો પ્રગટે નહિ, તો ક્ષમા આપવાની અને ક્ષમા માગવાની વૃત્તી ઉદ્ભવે નહિ. તો પ્રાણીમાત્ર તરફ મૈત્રીભાવ કેળવાય નહિ, તો “મારે કોઈની સાથે વૈરભાવ નથી.' એવો અનુભવ થાય નહિ. આમાનું કશું જ આપણાથી બને નહિ, તો આપણા આત્માના વિકાસની દિશામાં એક ડગલું પણ આગળ વધાય નહિ. આગળ જો વધાય નહિ. તો કદી પણ સુખ પ્રાપ્તિ થાય નહિ.
અહીં આપણે જે “સુખ ની વાત કરીએ છીએ તે આત્મસમદર્શિતાભાવને અનુલક્ષીને કરીએ છીએ. આપણે જોયું છે, કે જેનાથી બીજા કોઈને જરાપણ દુઃખ થાય, તે આપણા માટે સુખનું કારણ કદી બની શકે જ નહિ, એટલે, સ્વાભાવિક રીતે જ, આપણા માટે સુખ મેળવવાનો આપણો પ્રયત્ન, આપણને જીવમાત્રનું સમસ્ત જગતનું કલ્યાણ વાંછવા તરફ દોરી જશે.
અહંભાવનું વિસર્જન થાય, નમ્રતા જાગે, નમસ્કારભાવ પ્રગટે, ક્ષમાવૃત્તિ ઉદ્દભવે, મૈત્રીભાવ કેળવાય અને વૈરભાવ નષ્ટ થાય તો તેના સહજફળ તરીકે ‘શિવમસ્તુ સર્વજગતઃ'-“આખા વિશ્વનું કલ્યાણ થાઓ' એવો મનોભાવ આપણામાં પ્રગટે જ. આ જો ના પ્રગટે, તો ઉપર જણાવેલું કશું જ આપણામાં વિકસ્યું નથી, એમ આપણે માનવું જોઇએ. એમાનું કશુંક આપણામાં છે, એવું લાગતું હોય તો તે