________________
૮૦
અનેમંત અને સ્યાદ્વાદ ણ એટલા માટે સ્પષ્ટ કરવાની જરૂર છે કે આપણે જે ઉદ્યમ, પુરૂષાર્થ કે કાર્ય કહીએ છીએ એ અર્થમાં ‘કર્મ' શબ્દ અહીં નથી વપરાયો. સામાન્ય રીતે વર્તમાનમાં કરાતા કાર્યોને પણ કર્મ કહેવામાં આવે છે. પણ અહીં પૂર્વે કરેલા કર્મો અને એ દ્વારા જે પ્રારબ્ધ ઘડાય છે તે અર્થમાં આ શબ્દ વપરાયો છે.
ઉદ્યમ : આ ઉદ્યમ શબ્દનો અર્થ આપણે ‘પુરૂષાર્થ એવો કરવાનો છે. ઉદ્યમવાદીઓ કેવળ ઉદ્યમને જ સર્વ કાર્યોનું કારણ માને છે. તેઓ શું કહે છે એ પણ આપણે સાંભળીએ. | ‘કાળ, સ્વભાવ, નિયતિ કે કર્મ અસમર્થ છે; એક માત્ર ઉદ્યમ જ સમર્થ છે. ઉદ્યમથી શ્રી રામચંદ્રજી સાગર ઓળંગી ગયા, ઉદ્યમથી જ તેમણે લંકાનું રાજય મેળવ્યું અને વિભીષણને સોંપ્યું; પુરૂષાર્થથી જ પાંડવોએ કૌરવોને હરાવ્યા.” | ‘ઉદ્યમ વિના ખેતરમાંથી અનાજ અને તલમાંથી તેલ નીપજતું નથી; ઉદ્યમ ન કરે તો એકેંદ્રિય વેલ પણ વૃક્ષ ઉપર ચડી શકતી નથી; ઉદ્યમ કરીને ધાન્ય ઓર્યા વિના પાક થતો નથી; ઉદ્યમ વિના તૈયાર રસોઇનો કોળીયો પણ મુખમાં આવીને પડતો નથી; એક વાર ઉદ્યમ કરવાથી કાર્ય સિદ્ધ ન થાય તો બીજી વાર, ત્રીજી વાર, ફરી ફરી ઉદ્યમ કર્યે રાખવાથી કાર્ય અવશ્ય સિદ્ધ થાય છે.' '
આ લોકો વિશેષમાં કહે છે કે “કર્મ તો પુત્ર છે છે, ઉદ્યમનું ફળ છે; ઉદ્યમ એનો પિતા છે. ઉદ્યમે જ કર્મ કર્યા છે અને ઉદ્યમથી જ તે ટળે છે. દઢ પ્રહારીએ હત્યાઓ કરીને ઘોર કર્મ ઉપાર્જન કર્યા હતા, છતાં, છ મહિનાના ઉદ્યમ દ્વારા એણે બધા જ કર્મોને ખપાવી દીધા.
તેમના માનવા મુજબ, ‘ઉદ્યમની શક્તિ અપૂર્વછે. ટીંપે ટીંપે સરોવર ભરાય; કાંકરે કાંકરે પાળ બંધાય; ઇંટે ઇંટે ગિરિ જેવડા ગઢ નિપજે; આ બધો ઉદ્યમની શક્તિનો જ પ્રભાવ છે. ઉદ્યમથી જ અર્થ, ઉદ્યમથી જ કામ, ઉદ્યમથી જ ધર્મ અને ઉદ્યમથી જ મોક્ષ છે. વિદ્યા અને કળા પણ ઉદ્યમથી જ સિદ્ધ થાય છે.”
આ ઉદ્યમવાદીઓના કહેવા મુજબ, “આ જગતમાં કેવળ ઉદ્યમ એ એક જ કારણ છે અને જગતના તમામ કાર્યો કેવળ આ ઉદ્યમને જ વશ વર્તે છે.” એમના અભિપ્રાય મુજબ, ‘ઉદ્યમ શિવાયના બીજા બધા જ કારણો નકામા, નિરર્થક, અર્થહીન અને નપુંસક છે.”
આમ, આ પાંચ કારણોને અલગ અલગ રીતે અને પ્રત્યેક કાર્ય માટે કેવળ એક જ કારણને માનનારા મહાશયોની દલીલો આપણે જાણી લીધી.
તદુપરાંત, એક જ કારણને માનનારા ઉપરાંત, પાંચ કારણોમાંના જોડકાઓમાં માનનાર વર્ગ પણ છે. કોઈ પ્રારબ્ધ અને પુરૂષાર્થના સુમેળને કાર્યનું કારણ માને