________________
E પાંચ કારણ મા ૭૯ માં કર્મો દ્વારા ઘડાયેલું “પ્રારબ્ધ એવો અર્થ થાય છે. આ એક જ વસ્તુને સર્વ કાર્યનું કારણ માનનારાઓ પોતાને ‘કર્મકારણવાદી' નામથી ઓળખાવે છે. તેઓ કાળ સ્વભાવ અને ભવિતવ્યતાને ગણકારતા નથી. તેમનું કહેવું છે કે :
જગતમાં કર્મ જે કરે, તે જ થાય છે. કર્મથી જીવ કીડો, તિર્યંચ, મનુષ્ય કે દેવ બને છે. કર્મથી જ રામને વનવાસ વેઠવો પડ્યો; કર્મથી જ સીતાને કલંક લાગવાની અને અગ્નિપરીક્ષા આપવાની સ્થિતિમાં મૂકાવું પડ્યું; કર્મરૂપી કેવળ એક જ કારણના પ્રતાપે રામાયણ, મહાભારત અને પાનિયતના યુદ્ધો થયા; વર્તમાન યુગના બે વિશ્વયુદ્ધો તથા હીટલરનું પતન થયું; રાવણનો નાશ, કૃષ્ણનો વધ, ઇશુનો કોસ; ગાંધીજીનું પિસ્તોલની ગોળીથી મૃત્યુ વિગેરે બધા કર્મના જ કારણે થયા; કર્મથી જ રાય કે રંક બની શકાય છે. ઉદ્યમ કરનાર એક જણ ભટકે છે અને કર્મના ફળથી બીજો સૂતા સૂતા ફળ પ્રાપ્ત કરે છે.
કર્મથી “ઋષભદેવને એક વર્ષ અન્ન ના મળ્યું અને કર્મથી જ મહાવીર પ્રભુના કાનમાં ખીલા ઠોકાયા. કર્મથી જ નેપોલિયન શહેનશાહ બન્યો અને કર્મથી જ તે કેદી બનીને કારાગૃહમાં મર્યો.
ભવિતવ્યતાવાદીઓએ પંખીનું દૃષ્ટાંત આપ્યું હતું, તેમ આ કર્મકારણવાદીઓ, એવું જ એક બીજું મનોરંજક દૃષ્ટાંત આપે છે -
એક સ્થળે બરાબર બંધ કરેલો એક કરંડિયો પડ્યો હતો. એમાં કંઈક ખાવાનું હશે એમ સમજીને એક ભૂખ્યા ઉંદરે, એ કરંડીયામાં દાખલ થવા માટે કાણું પાડવાનો . ઉદ્યમ શરૂ કર્યો, પોતે એ કરંડીયામાં દાખલ થઈ શકે એટલા માટે એ ઉંદરે કરંડીયાને કાતરવા માંડ્યો.કાતરી કાતરીને કરંડીયામાં એણે કાણું પાડ્યું.
એ કરંડીયામાં કોઇએ એક સર્પને પૂરી રાખ્યો હતો. ઘણા દિવસનો ભૂખ્યો એ સર્પ, કરંડીયો કોરાતો હતો તે જાણી અંદર ટટ્ટાર થઈ ગયો. પેલો ઉંદર જેવો એ કરંડિયામાં દાખલ થયો કે તુરત જ પેલા સર્પના મોઢામાં જઈ પડ્યો. સર્પને ભક્ષ અને મુક્તિ એ બેઉ એક સાથે જ સાંપડી ગયા. ઉંદરનું ભક્ષણ કરીને, ઉંદરે જ કાતરી કાતરીને તૈયાર કરેલા કાણામાંથી એ સર્પ બહાર નીકળ્યો અને વનમાં ચાલ્યો ગયો.'
“અહીં ઉઘમ તો ઉંદરે કર્યો. પરંતુ ઉદ્યમ કરનાર માર્યો અને અંદર પુરાયેલો સર્પ ત્યાંથી મુક્તિ મેળવીને છટક્યો. કહો ત્યારે, આમાં કર્મ એ જ બળવાન છે કે બીજું કંઈ?” આવી વાત કરીને આ દૃષ્ટાંત દ્વારા કર્મકારણવાદીઓ કહે છે કે “આ જગતમાં બનતા તમામ કાર્યોનું કારણ કેવળ એક કર્મ જ છે.
અહીં “કર્મ' શબ્દના અર્થ વિષેની સમજણમાં કંઈ ગુંચવાડો ન ઉભો થાય*