SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ (view point)નું નિદર્શન નથી કરતો. એ તો અનંત દષ્ટિબિંદુઓનો એક નિષ્પક્ષ અને તટસ્થ “સંગ્રાહક' છે. આગળ ઉપર સાત નયની જે વાત આપણે કરવાના છીએ એ નય (Knowledge) તો, સ્યાદ્વાદના વિરાટ સ્વરૂપનો એક અંશ માત્ર છે. એટલા માટે જ સ્યાદ્વાદને “સિંધુ' અને નયને ‘બિંદુ’ એવી ઉપમા આપવામાં આવી છે. એવા અનેક ‘નયબિંદુ’ (Reservoirs) મળીને એક “યાદ્વાદ સિંધુ' (Ocean) બને છે. “એને ઘણાં બિંદુઓનો સમન્વય કેમ ન કહેવાય ?' આ પ્રશ્ન વળી પાછો પૂછાશે. આ સમન્વય શબ્દનો ઉપયોગ કેવી રીતે થાય છે એ ઉપર સંક્ષિપ્તમાં કહેવાઈ ગયું છે. એ વાત જરા વિગતમાં સમજી લો. “પુણ્યશાળી, ભાગ્યશાળી, ઉદારચરિત, ક્ષમાવાને, સંયમી વગેરે સમાન કક્ષાના ગુણો જયારે ભેગા થાય ત્યારે એને સમન્વય શબ્દ વાપરવામાં આવે છે. પાપી, દુરાચારી, વ્યભિચારી, ક્રોધી, શરાબી, ચોર વગેરે સમાન કક્ષાના અવગુણો ભેગા થયા હોય તો એને પણ “સમન્વય” કહી શકાય. ભિન્ન ભિન્ન ભાવ દર્શાવતા એક જ કક્ષાના ગુણો કે અવગુણોનો અલગ અલગ સમન્વય કરી શકાય. પરંતુ, પરસ્પર વિરોધી એવા ગુણો તથા અવગુણોનો (ભેગો) સમન્વય કરી શકાતો નથી. એક જ વસ્તુમાં પરસ્પર વિરોધી એવા જે અનેક ગુણધર્મો જોવામાં આવે છે, જેને અનેકાંતવાદે બતાવ્યા છે, તે, બહારથી આવેલા કે લાવીને ભેગા કરેલા નહિ, પણ તે તે વસ્તુના પોતાના મૂળ અને અંતર્ગત સ્વભાવ સ્વરૂપે જ તેમાં વિદ્યમાન હોય છે. આ વાત જો બરાબર યાદ રહે, તો પછી, સમન્વય કે સમાધાનના સંભ્રમમાં આપણે નહિ પડીએ. આ વાત ફરીથી પુરવાર કરે છે કે સ્યાદ્વાદ કોઇ અઘરૂં, સંદિગ્ધ કે સંદેહવાહક નિહિ, પણ પૂર્ણ, સ્પષ્ટ, અસંદિગ્ધ અને નિશ્ચિત તત્ત્વજ્ઞાન છે. વસ્તુના પરસ્પર વિરોધી ગુણધર્મોને છુટા પાડીને બતાવનાર અનેકાંતવાદના તત્ત્વવિજ્ઞાનનું આ સ્યાદ્વાદ એક વિશિષ્ટ કોષ્ટક છે. એ ઇંદ્રિયગ્રાહ્ય નથી, મનોગ્રાહ્ય છે. આ બધી વાતો જો બરાબર સમજાઈ જાય તો પછી આપણે તુરત જ કહી દઈશું કે “સ્યા’ શબ્દના સમજણપૂર્વકના ઉપયોગથી ઉચ્ચારાયેલા પદો વાક્યો અને એની એ દૃષ્ટિથી મળતી સમજણ એ જ સાચું જ્ઞાન છે, સમ્યગું જ્ઞાન છે; એ સિવાયના બીજા જે કોઈ “જ્ઞાન” નામથી ઓળખાતા હોય તે મિથ્યાજ્ઞાન છે. - આ “ચા” શબ્દનો અર્થ, હવે આપણે બરાબર સમજી ગયા છીએ. એ અર્થ સમજ્યા પછી, “સ્યાદ્વાદ' શબ્દ વિષે પણ આપણને ઠીક ઠીક ખ્યાલ આવી ગયો
SR No.005883
Book TitleAnekant Syadwad
Original Sutra AuthorN/A
AuthorChandulal Shakarchand Shah
PublisherBabubhai Kadiwala
Publication Year2003
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy