________________
માં ૬૬ મહારાજના અનેકાંત અને સ્યાદ્વાદ પ્રમાણ હોવો જોઈએ.
તત્ત્વજ્ઞાનની (વિચારની) ભૂમિકા પર આ યાત” સિવાયનું બીજું બધું જ અજ્ઞાન છે એ વાત પણ આથી આપણી સમજમાં આવી જશે.
એવી જ રીતે ધર્મની (આચારની) ભૂમિકા ઉપર પણ સ્યાદ્વાદ એક અદ્ભુત આધાર છે. જગતની તમામ વિષમતાઓને દૂર કરવાની એક અદ્ભુત ચાવી (Master Key) એ આપણને આપે છે. જીવનવ્યવહારમાં આ સ્યાદ્વાદ આપણને કેવી રીતે મદદ કરે છે તે જોવાનું પણ ઘણું રસપ્રદ અને ઉપયોગી થઈ પડશે.
એ વાત નિશ્ચિત છે કે રોજબરોજના જીવનમાં, સ્યાદ્વાદ, આપણને ખૂબ ખૂબ ઉપયોગી અને માર્ગદર્શક છે. એટલે, જીવનની ઉપયોગીતાની ભૌતિક દૃષ્ટિથી એનો વિચાર કરવાનું આપણને સૌને ખૂબ ખૂબ ગમશે એ વિષે કંઈ શંકા નથી. '
એની વિચારણા કરીએ તે પહેલાં, પેલી ચાર અપેક્ષાઓ, પાંચ કારણો, સાત નય અને સપ્તભંગીને કંઈક સમજીને પછી આપણે જીવનમાંની સ્યાદ્વાદની રોજબરોજની ઉપયોગીતાની ચર્ચા કરીશું તો તે વધારે સરળતાથી, સુગમતાથી અને ઝડપથી સમજી શકાશે.
હવે આપણે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની ચાર અપેક્ષાઓને સમજવાનો પ્રયત્ન કરીએ. અપેક્ષા શબ્દને બદલે, આપણી અને સૌની સમજણમાં ઝટ ઉતરે તેવો ‘આધાર’ શબ્દ આપણે વાપરીશું.
આ પ્રકરણમાં પણ જે કોઈ કોઈ વાતનો પુનઃ પુનઃ કહેવામાં આવી છે તેની પાછળનો આશય તે તે વાતોને આપણા મગજમાં બરાબર ઉતારવાનો હોઈ પુનરૂક્તિના દોષ માટે ક્ષમા માગીને હવે આપણે આગળ ચાલીએ.