________________
માર પાંચ જ્ઞાન મા મમતા ૧૫૯ એનું કારણ, આ જગતને વિષે મિથ્યા (ખોટા) જ્ઞાનનું જે અસ્તિત્વ છે તે.
એટલા માટે, જ્ઞાન મેળવવાની જે માણસ ઈચ્છા કરે, તેણે સર્વ પ્રથમ તો સાચું (સમ્યગુ) જ્ઞાન શું છે એ શોધી કાઢવું જોઇએ. આ માટે પણ પ્રથમ જ્ઞાન જોઇએ અને પછી ક્રિયા, ક્રિયા એટલે પ્રયત્ન. - આ સાચા અને ખોટા જ્ઞાનની સમજણને આપણે ‘સારાસારનો વિવેક' એ નામે ઓળખવાથી શરૂઆત કરીએ. એ સમજણ ક્યાંથી આવે? શી રીતે આવે?
એને માટે, સૌથી પહેલાં આપણે “અહંભાવ” ઉપર પ્રભુત્વ મેળવવું પડશે. જ્યાં સુધી, ‘હું બધું જાણું છું, હું જાણું છું એજ સાચું છે' એ વળગાડમાંથી આપણે છૂટીશું નહિ, ત્યાં સુધી આપણે આગળ વધી રહ્યા!
• ‘ગુરૂ વિના જ્ઞાન નહી’ એ વાક્ય કંઈ નિરર્થક કહેવામાં આવ્યું નથી. સૌથી પ્રથમ શિષ્ય બનવું પડે છે. કોરી પાટી લઈને નિશાળે જવું પડે છે.
આજે તો લગભગ જયાં જુઓ ત્યાં બધા “ગુરૂ' જ નજરે પડે છે, સલાહ અને શિખામણ (આ જ્ઞાનનાં જ સ્વરૂપો છે) અન્યને આપવા માટે સૌ કોઈ તૈયાર અને ઉત્સુક છે; લેવા માટે રાજી નથી!
અને શિષ્યો જે આવે તેમાંનો મોટો ભાગ, ‘શિષ્યભાવે નહિ, પણ ગુરૂભાવે આવે છે. એ લોકો જે કહે અથવા માને તેને આપણે સાચું કહીએ-Confirm (સ્વીકાર) કરીએ, તો ત્યાં સુધી આપણને ગુરૂ ગણવાની મહેરબાની એ લોકો બતાવે છે. ‘તમારી સમજણ ખોટી છે એવું જે પળે એમને આપણે કહીએ, તે પળે જ આપણે એમના “ગુરૂ મટી જઇશું! મોઢે કદાચ નહિ બોલે, પાછળ નિંદા શરૂ કરી દેશે! આ અહંભાવનો પ્રતાપ છે.
એક ગૃહસ્થ પોતાની જાતને અતિશય વિનમ્ર અને અહંભાવથી મુકત માને છે. વાતવાતમાં તેઓ, “મારામાં અહંભાવ નથી એવું કહેતા ફરે છે. તેમને જે કોઈ મળે તે બધાને તેઓ અહંભાવનો ત્યાગ કરવાની શિખામણ આપતા રહે છે.
એક વાર તે ભાઈને કહ્યું: “તમારામાં અહંભાવ ભારોભાર ભર્યો છે.'
“શું?” એકદમ આંખો પહોળી કરીને એ ભાઈ સવાલ પૂછે છે. હવે, એમની આ પહોળી થયેલી આંખોમાં વિસ્મયભાવ દેખાય તો તો સમજ્યા, એમાં તો ગુસ્સો તરવરતો દેખાય છે. તેઓ પોતે પોતાની જાતને જેવી માને છે તેવા તેઓ નથી એમ કહેતાં જ તેમનો પિત્તો ઉછળે છે અને તેમનાં નેત્રો લાલ બને છે!
આવું આજે ઠેર ઠેર જોવા મળે છે. આપણે મૂળ વાત ઉપર પાછા આવીએ.
જ્ઞાન પ્રાપ્તિનો હેતુ નક્કી કર્યા પછી, એ જ્ઞાન મેળવવાનો માર્ગ આપણને ઇચ્છિત ધ્યેય પર પહોંચાડી શકે તેમ છે કે નહિ, એ જ્ઞાન સાચું છે કે ખોટું, એ વાત