________________
મેં કર્મ
૧૮૧
કોઈ કદાચ પૂછશે કે એમ કેમ ? મનુષ્ય ભવમાંથી જ મુક્તિ પ્રાપ્ત કરી શકાય અને બીજા કોઈ ભવમાંથી કેમ ન મેળવી શકાય ?
આનો જવાબ તો સાદો અને સરળ છે. વિવેક, વિચાર, ત્યાગ અને વૈરાગ્ય તથા વાચાની શક્તિ વિગેરે જે બધી સામગ્રી મનુષ્ય શરીરમાં આત્મા પાસે છે, તે બીજા કયા શરીરમાં છે ? સર્જન શક્તિ-(Creative energy) જેટલી મનુષ્ય દેહમાં છે, તેટલી બીજા કયા શરીરમાં છે ? આત્માને અને શરીરને લાગે વળગે છે, ત્યાં સુધી આત્માનું મોક્ષ માટેનું સર્વોચ્ચ વાહન – (Supreme medium) મનુષ્ય શરીર જ છે. વિમાન આપણને ઉંચે ઉંચે આકાશમાં લઈ જાય છે. પણ ત્યાં જો એ તૂટે, તો પછી, હાડકાંની કરચો પણ ભાગ્યે જ હાથ આવે, એવી સ્થિતિ આવી પડે છે. એ જ રીતે,આ મનુષ્ય ભવનો સદુપયોગ કરીને, આત્મા પોતાના સર્વોચ્ચ ગુણોને પ્રગટ કરી શકે છે; એનો દુરૂપયોગ કરીને, આત્મા પોતાને માટે ખરાબમાં ખરાબ, (Extreme worst), સ્થિતિ પણ ઉભી કરી શકે છે. મનુષ્ય સિવાયના કોઈ પણ ભવમાં બંને તરફના છેડાવાળી સ્થિતિ-(Poles apart) આત્મા માટે ઉપલબ્ધ નથી.
આત્માની આ બધી રખડપટ્ટીમાં જે કર્મો મહત્ત્વનો ભાગ ભજવે છે, તેને, સાદી સમજથી પુણ્ય અને પાપ એવા બે નામો આપવામાં આવ્યા છે.
એક વખત, એક સંત પુરૂષ પાસે એક આત્માર્થી માણસ ગયો. પાપ અને પુણ્ય વિષેની ટુંકી છતાં સચોટ વ્યાખ્યાની માગણી એણે પેલા સંત પુરૂષ પાસે કરી. •એને બે વાક્યોમાં, ફક્ત બે જે વાક્યોમાં અને છ જ શબ્દોમાં એ વાત પેલા સંત પુરૂષે સમજાવીઃ પરોપકાર : પુછ્યાય, પાપાય પરપીડનમ્ । આવી જ મતલબનાં બીજાં સુભાષિતો પણ છે, -
परेषां पडिनं पापं । परेषां सुचिंतनम् पुण्यं ।
અર્થાત્, “પરોપકારથી પુણ્ય મળે છે, પ૨ને દુભવવાથી પાપ મળે છે. અન્યને પીડા-દુઃખ-થાય એવું કંઈપણ કરવું તે પાપ છે, અને અન્યનું શુભ ચિંતવવું, જીવમાત્રના કલ્યાણની ભાવના રીખવી તે પુણ્ય છે.” આ બે વાક્યોમાં કેટલી વિરાટ સમજણ મૂર્ત થએલી છે ?
પુણ્ય કર્મ, આત્માને ભૌતિક સાધન સામગ્રી તથા આધ્યાત્મિક સમજણના સાધનો, એ બે લાભ આપે છે. પાપકર્મ, આત્માને માટે ભૌતિક દુઃખો અને આધ્યાત્મિક સમજણની સુદરતા ઊભી કરે છે. આ પુણ્ય અને પાપના ક્ષેત્રોમાં આવતાં કર્મોની પણ વિશદ સમીક્ષા જૈન તત્ત્વવેત્તાઓએ કરી છે.
પુણ્યાનુબંધી પુણ્ય, પુણ્યાનુબંધી પાપ, પાપાનુબંધી પુણ્ય, પાપાનુબંધી પાપ