________________
STS ખંડન - મંડન
ર૩૯ ઉપર આધાર રાખે છે તે બતાવેલું જ છે. આ બધા દર્શનો, એક એક નય (વસ્તુના એક છેડા) નો આધાર લઈને બેસી ગયા છે. જયારે, જૈન દર્શનનો અનેકાંતવાદ એ સાતે નયોના સંયુક્ત આધાર ઉપર નિર્ભર છે. આ એની વિશિષ્ટતા છે. જૈન ધર્મ, હિંદુ ધર્મનો કે બીજા કોઈ પણ ધર્મનો ફાંટો નથી, એ વાત આથી સ્વયં પુરવાર થાય છે.
એજ રીતે, જુદા જુદા તત્ત્વજ્ઞાનોનો સમન્વય કરીને અનેકાંતવાદનું એક તત્ત્વવિજ્ઞાન રચવામાં આવ્યું છે એમ કહેવું પણ યુક્તિયુક્ત (Logical) નથી, ખોટું છે. કાપડના એક તાકામાંથી સાત ડગલા શીવડાવી શકાય, પણ એ સાતે ડગલા. ભેગા કરીને તાકો ના બનાવી શકાય. એથી વિપરીત ક્રમે, એકની સંખ્યામાં એકથી વિશેષ કશું હોતું નથી. સાતમાંથી એકને છૂટો પાડી શકાય, એકમાંથી એકને છૂટો પાડો તો શૂન્ય જ રહે.
પિતા-પુત્રના ક્રમમાં, એક પિતા દ્વારા સાત પુત્રો જન્મી શકે છે. પણ, એ સાતે પુત્રોને ભેગા કરવાથી એક પિતા બનતો નથી. આ ન્યાયે, જૈન તત્ત્વજ્ઞાનના અનેકાંતમાંથી, એક એક અંશતને પકડીને, અંશતઃ સત્યવાળા ભિન્નભિન્ન તત્ત્વજ્ઞાનો અનેકાંતવાદમાંથી રચાયાં છે એમ કહેવામાં શુદ્ધ તર્ક અને ન્યાય છે.
વસ્તુનાં સ્વરૂપને જોવાની જૈન દર્શનકારોની મધ્યસ્થતાનો મોટામાં મોટા પુરાવો તો એ છે, કે અન્ય દર્શનોમાં એમને જે અંશતઃ સત્ય દેખાયું, એનો એમણે ઈન્કાર નથી કર્યો. સત્યના અંશ તરીકે એમણે એનો સ્વીકાર કર્યો છે. પરંતુ, સત્યના એક અંશને.પૂર્ણ સત્ય કહી શકાય નહિ; એટલે, એટલા પુરતો, અન્ય દર્શનોનો જૈન દાર્શનિકાએ વિરોધ કર્યો છે. આ વિરોધમાં દ્વેષ નથી, પૂર્ણ સત્ય માટેનો આગ્રહ છે.
પ્રશ્નઃ- એક એવો અભિપ્રાય છે કે બધા ધર્મોનો સમન્વય કરીને જૈન તત્ત્વજ્ઞાનનું સર્જન કરવામાં આવ્યું છે. આનો અર્થ એ થાય કે બીજા દર્શનો પ્રથમ હતા અને - જૈન દર્શન પાછળથી આવ્યું. આ વાતનો ખુલાસો શું?
જવાબ- “બીજા બધાં જ દર્શનોનો અંતિમ સમન્વય સ્યાદ્વાદમાં થઈ જાય છે એવી વાત સાપેક્ષ દષ્ટિથી થાય છે. પરંતુ, એ બીજા દર્શનો ભેગા કરીને પછી તેમાંથી જૈન દર્શનને રચવામાં આવ્યું છે એવો તેનો અર્થ નથી. એનો અર્થ ફક્ત એટલો જ થાય છે કે અન્ય દર્શનોમાં જે એકાંશી સત્યો છે તે અનેકાંતવાદમાં પડેલા હતા જ.”
દાખલા તરીકે પૃથ્વી ઉપરથી વહેતી બધી જ નદીઓ સમુદ્રમાં જઈને મળે છે, એ એક હકીકત છે. પરંતુ, એ બધી નદીઓ ભેગી થઈને સમુદ્રનું સર્જન કરે છે એનો એવો અર્થ નથી. સમુદ્ર તો એ નદીઓના જન્મકાળ પહેલાયે હતો. એ નદીઓ