________________
ર૪
ન અનેવંત અને સ્યાહીદ ના સમુદ્રમાં મળી ગઈ એનો અર્થ નદીઓને સમુદ્ર પોતાનામાં સમાવી લીધી' એવો થાય છે. સાદ્વાદનો સિદ્ધાંત આવો જ એક મહાસાગર છે, શ્રુતસાગર છે, એમાં આવીને મળનારા કે ભળી જનારા સતના અંશોમાંથી એ જન્મ્યો કે સર્જાયો નથી. એથી ઉલટું , સના ભિન્ન ભિન્ન અંશોને અને સ્વરૂપોને સ્યાદવાદે પોતે જ ખુલ્લા અને છૂટા પાડીને બતાવ્યા છે, સંભવ છે એમાંના એકેક અંશને લઈને બીજાં દર્શનો રચાયાં હોય. જૈનદર્શન પાછળથી આવ્યું કે પહેલાં – એટલે અન્ય દર્શનોના ઉદ્દભવકાળ અગાઉ પણ હતું એ પ્રશ્નને આ લેખક મહત્ત્વનો ગણતા નથી. - ગુણવત્તાની દૃષ્ટિએ જૈન તત્ત્વજ્ઞાન સર્વોત્કૃષ્ટ છે એટલું જ શું બસ નથી?આમ છતાં, ઐતિહાસિક, સાંસ્કૃતિક અને સાહિત્ય વિષયક એટલા બધા પુરાવાઓ ગ્રંથસ્થ થએલા છે જે જોતાં જૈન તત્ત્વજ્ઞાન એ અતિ પ્રાચીન દર્શન છે એ વિષે કોઈ મતભેદ નથી. વેદાંત દર્શનના પ્રાચીન ગ્રંથોમાં જૈનોના પ્રથમ તીર્થકર શ્રી, ઋષભદેવના : નામનો જે ઉલ્લેખ મળે છે તેમાંથી એક વાત તો ફલિત થાય જ છે, કે એ ગ્રંથો . લખાયાં તે પહેલાં શ્રી ઋષભદેવ થઈ ગયેલા હોવાં જોઈએ.
આમ છતાં, એવું નમ્ર સૂચન છે, કે કયું દર્શન જૂનું અને કયું નવું, કયું પ્રથમ હતું અને કયું પાછળથી આવ્યું એવી જાતના વ્યર્થ વિવાદમાં ઉતરવાને બદલે પૂર્ણ સત્ય શું છે અને એ ક્યાં પડ્યું છે, એની શોધ કરવી એજ ઈષ્ટમાર્ગ છે.
જાના જમાનામાં જે દર્શનો એકાંગી હતાં, તેમાંના ઘણામાં સમજણના વિકાસ સાથે ઉમેરો થતો ગયો છે. વેદાંત તથા બૌદ્ધ વિગેરે મતોએ પાછળથી તેમની કેટલીક માન્યતાઓ બદલી છે અને એમ કરીને તેઓ અનેકાંતવાદની નજીક આવ્યાં છે. જ્યારે અતિ પ્રાચીન કાળથી અનેકાંતવાદી જૈન દર્શન જે ચાલ્યું આવે છે તેમાં ફેરફાર કે ઉમેરો કરવો પડ્યો નથી. પૂર્વ અને પશ્ચિમના કેટલાક માન્ય વિદ્વાનોએ જૈન દર્શનની મૌલિક્તાનો સ્વીકાર કર્યો જ છે જ્યારે અન્ય મતો વિષે એવો નિશ્ચિત અભિપ્રાય જોવા મળતો નથી.
અનેકાંતવાદનો સિદ્ધાંત અને એનું તત્ત્વનિરૂપણ મૂળથી જ પૂર્ણ હોઈ એટલે અને નિશ્ચલ રહ્યો છે. એમાં કશા પણ ફેરફાર કરવાની આવશ્યક્તા ઉભી થઈ જ નથી. આ હક્કીત જોતાં, જેને “યાવચંદ્ર દિવાકરી કહેવામાં આવે છે, તેવું પૂર્ણ સત્ય, આ વિશ્વમાં એક માત્ર અનેકાંત તત્ત્વજ્ઞાનમાં જ છે.