________________
૧૭૨, મારા અનેકાંત અને સ્યાદ્વાદ મને થાય છે કે ક્ષણિક અને નાશવંત સુખની શોધ કરવાને બદલે પરમ અને શાશ્વત સુખની શોધમાં માનવીની બુદ્ધિ કામે લાગી હોત, તો માનવસમાજના અસ્તિત્વ માટે ભય ઉભો કરતાં બિહામણાં ને ડરામણાં સાધનોને બદલે પરમઆનંદ પ્રમોદકારક દિવ્ય સાધનો વડે જગત રળિયામણું બન્યું હોત.
આ વૈજ્ઞાનિકોની શોધ કરવાની પદ્ધતિ વિષે જાણવાનું ઘણું રસપ્રદ થઇ પડશે. સામાન્ય રીતે બે પ્રકારની ધારણાઓ (Assumptions)કરીને કામની શરૂઆત કરવામાં આવે છે. એક ધારણા, ‘અમુક વસ્તુ આવી છે એવું માનીને અને બીજી ધારણા, આ વસ્તુ આવી નથી' એમ માનીને કરવામાં આવે છે.
મનને રંજન કરે એવી એક વાત તો આમાં એ છે કે કેટલીક બાબતો છે” એવી શ્રદ્ધામાંથી નહિ પણ “નથી' એવી અશ્રદ્ધામાંથી પ્રગટ થઈ છે “નથી” એમ બિતાવવા જતાં છે' એમ પુરવાર થઈ ગયું છે. “નથી” એમ માનીને બેસી રહેવાને બદલે, “નથી જ' એવું પુરવાર કરવાના પ્રયત્નો કરવા જતા, એ “છે એવું નક્કી . થઈ ગયું છે.
ઈ.સ. ૧૪૯૨ માં કોલંબસે અમેરિકા ખંડ શોધી કાઢ્યો ત્યારે તે હિંદુસ્તાન પહોંચવાનો સમુદ્રમાર્ગ શોધવા નીકળ્યો હતો. હિંદુસ્તાન, તે વખતે યુરોપની પ્રજાઓ માટે અજાણ્યો પ્રદેશ નહોતો. ભારત આવવાના જમીન માર્ગની માહિતી તેમને હતી જ અને હિંદુસ્તાન સાથે તે વખતે વ્યાપાર વિનિમય પણ ચાલતો હતો, જયારે, તે વખતે, પશ્ચિમ ગોળાર્ધ વિષે કોઈને માહિતી નહોતી. .
કોલંબસ શોધવા નીકળ્યો હિંદુસ્તાન અને એણે શોધી કાઢ્યો અમેરિકા ખંડ! આ બંને ગોળાર્ધમાં વસતી પ્રજાઓનું પરસ્પર સંપર્કમાં આવવાનું પ્રારબ્ધ (કર્મ) જાગ્યું, કાળ પરિપકવ બન્યો, કોલંબસને નિમિત્ત બનાવતો પુરૂષાર્થ, મનુષ્યની શોધન વૃત્તિના ભાવથી સજ્જ બન્યો અને ભવિતવ્યતા અને પૂર્વને બદલે પશ્ચિમ દિશામાં ઘસડીને લઈ ગઈ! પાંચે પાંચ કારણોની સુભગ અસરકારકતાનું આ કેવું સરસ દૃષ્ટાંત છે!
કોલંબસના દષ્ટાંતમાંથી ફલિત એ થાય છે કે સંશોધન માટે શુભ નિષ્ઠાથી પ્રયાસ કરનારા પુરૂષાર્થીઓ અન્ય ચાર કારણની અપેક્ષાઓને આધીન રહીને કંઇને કંઇ પ્રાપ્ત તો અવશ્ય કરે જ છે; હિંદુસ્તાન નહિ, તો અમેરિકા, કોલસો શોધતાં શોધતાં ક્યારેક હીરા પ્રાપ્ત થવાનો સંભવ પણ ખરો.
માનવીની જિજ્ઞાસાવૃત્તિ પણ કેવી અદ્ભુત છે? કશુંક છે અથવા હોવું જોઇએ. એમ માનીને તે પુરૂષાર્થ કરે છે; કશુંક નથી એમ માનીને, ‘તે તેવું નથી જ' એવું પુરવાર કરવા પણ તે પુરૂષાર્થ કરે છે !