________________
ર્મ
૧૭૩
‘સાયન્સ’ (વિજ્ઞાન)ના બધા વિદ્યાર્થીઓ આ વાત જાણે છે. એમની પ્રયોગશાળામાં ‘નથી’ એમ માનીને કેટલાક પ્રયોગો તેઓ કરે છે અને પછી તે ‘છે’ એવા નિર્ણય ઉપર તેઓ આવે છે. વિજ્ઞાનના વિદ્યાર્થીઓ જયારે Practicals-પ્રયોગો. તેમની લેબોરેટરીમાં કરે છે ત્યારે જે જુદી જુદી પદ્ધતિઓ અજમાવે છે, તેમાંનો એક નમુનો આ રહ્યો :- એક વિદ્યાર્થી ‘કાગળ’ હાથમાં લે છે, પછી, ‘આ કાગળ નથી’ એમ માનીને એનો પ્રયોગ તે ચાલુ કરે છે. વિશ્લેષણ-Analysis-કરતાં કરતાં એ પ્રયોગ જ્યારે પૂરો થાય છે, ત્યારે એનો નિર્ણય-Conclusion-એ આવે છે કે ‘આ કાગળ છે.’ શરૂઆતમાં ‘નથી’ એવી ધારણા-Assumption− તેઓ કરે છે. પ્રયોગને અંતે એ ધારણા ખોટી હતી એવું તેઓ નક્કી કરે છે. અહીં ‘કાગળ’ ની જે વાત લખી છે એ માત્ર દષ્ટાંત પુરતી છે.
આ રીતે ‘છે' અથવા ‘નથી’ એમ માનીને પ્રયોગો કરનાર કોઇને કોઇ પરિણામ તો લાવે જ છે. નિષ્ફળતા એ પણ એક પરિણામ છે અને પરમ પુરૂષાર્થી માણસો માટે સફળતાની એ જનેતા (પૂરોગામી) છે.
એટલે, વૈજ્ઞાનિક સંશોધન ચાલતું જ રહે એવુ આપણે અવશ્ય ઈચ્છીશું; માત્ર આપણી આ ઇચ્છા, માનવ કલ્યાણની ભાવનાને અનુરૂપ હશે એનો ખુલાસો કરવાની કશી જરૂર છે?
આ વિશ્વમાં જે અરૂપી અતીન્દ્રિય સૂક્ષ્મ (Invisible) પદાર્થો છે, તે બધાની સમજણ ભૌતિક પ્રયોગશાળાઓ દ્વારા પ્રાપ્ત થશે કે કેમ, એ તો એક પ્રશ્ન છે. એને માટેની પ્રયોગશાળા તો ‘આત્મિક-અનુભવ’ સિવાય બીજી નથી, પરંતુ, જે રૂપીઇન્દ્રિયગોચર visible પદાર્થો છે, તેની પ્રયોગાત્મક સમજૂતી ભૌતિક પ્રયોગશાળાઓ દ્વારા મેળવવા અથાગ પ્રયત્નો થઇ રહ્યા છે. આજે જેને સૂક્ષ્મ કહી શકાય તેવાં અણુ અને પરમાણું સુધી વિજ્ઞાન પહોંચ્યું છે. એ બધા રૂપી (સાકાર) પદાર્થો જ છે. એ રૂપી પદાર્થોમાં જે અતિ સૂક્ષ્મ-સૂક્ષ્માતિસૂક્ષ્મ એવાં પુદ્ગલો છે, એને પ્રયોગાત્મક રીતે સિદ્ધ કરવાની વાત કંઇ અશક્ય નથી.
કર્મમાં અને મનના વિચારમાં જે સૂક્ષ્માતિસૂક્ષ્મ પુદ્ગલો છે, એ વાત માત્ર શાસ્ત્ર પ્રમાણથી નહિ, અનુભવ-પ્રમાણથી પણ સિદ્ધ થયેલી છે. આધુનિક વિજ્ઞાનશાસ્ત્રીઓ, ‘પુદ્ગલો છે' એવું માનીને તે શોધી કાઢવા પ્રયત્ન કરે અથવા, ‘પુદ્ગલો નથી જ’ એવું પુરવાર કરવા માટે પ્રયત્નો કરે છે તો તેથી માનવજાતને લાભ જ થશે, એવું માનવામાં કશું અયુક્ત નથી. સામાન્ય રીતે, એ પુદ્ગલો અત્યંત સૂક્ષ્મ હોવાને કારણે અને ઇન્દ્રિયોનો તે વિષય બની શકે નહિ, તે જોતાં આવા પ્રયાસો સર્વાંશે ફળીભૂત થવાની શક્યતા નથી. આમછતાં એ માટે આધુનિક