________________ - 42 Enging અનેવંત અને સ્વાદ્વાદ GIDC - અનેકંતવાદ અનેકાન્તવાદની સામાન્ય સમજણ આગળના પાનાઓમાં આપણને મળી છે. એ શબ્દ આપણે અનેક+અંત એવા બે શબ્દનો સમૂહ એમ સમજ્યા છીએ. આમાં બેને બદલે ત્રણ શબ્દો પણ છે. અન+એક+અંત “જેનો અંત એક નથી, એટલે અનંત છે. એનું નામ “અનેકાંત'. આવો આ અનેકાંતવાદ એક રમણીય તત્ત્વજ્ઞાન છે. કોઇપણ વસ્તુનો નિર્ણય કાઢવા માટે આપણે એની જુદી જુદી બાજુઓ તરફ એના ઘણા છેડાઓ તરફ નજર નાંખવી પડે છે. આ વાત તો હવે આપણે બરાબર સમજી ગયા છીએ. ચાલો, એનાં થોડાંક વધુ ઉદાહરણો લઇએ. ઢાલની બે બાજુ જોવાનું તો ઘણા લોકો માને છે, મનાવે છે અને કહે છે. પરંતુ, એમની દૃષ્ટિ એ બે બાજુઓથી આગળ જતી નથી. ઢાલ વિષે વધુ વિચાર કરીશું તો એની આગળની તથા પાછળની એ બે બાજુઓથી ઉપરાંત એમાં વપરાયેલી ધાતુ, અને એના બનાવનારનો વિચાર પણ આપણને આવશે. ઢાલ બનાવનાર એક કારખાનાનું ચિત્ર આપણી નજર સમક્ષ રજુ થશે. થોડો વધારે વિચાર કરીશું તો એ ઢાલને વાપરનાર, ઢાલ વાપરવા માટેનું સ્થળ અને એની આવશ્યક્તા આપણી દૃષ્ટિ સમક્ષ આવશે. યુદ્ધનું મેદાન, ચાલી રહેલ ભીષણ કાપાકાપી અને માનવીની મર્દાનગી વગેરે ઘણું આપણા મનઃ પ્રદેશમાં આવશે અને એ રીતે વિચાર કરવાથી આપણને ઘણુ ઘણુ જાણવાનું મળશે. એક ઝાડ અને એક પહાડ આપણે લઈએ. ઝાડનું થડ ગોળ છે. અડધુ સામેથી દેખાય છે. બાકીનું અડધુ,એની પાછળ જઇને જોઇએ ત્યારે જણાય છે. પરંતુ, એના ગોળાકારની બે બાજુઓ સિવાય એ ઝાડમાં બીજું પણ ઘણું છે. થડનું પોલાણ, ઝાડના મૂળિયા, એ મૂળ જે જમીનની અંદર છુપાયેલા છે તે જમીન, એ મૂળને પોષણ આપનાર પાણી જે જમીનની અંદર રહેલું છે તે, એ ઝાડનું મથાળું, એની ડાળો, પાંદડા, ફળ અને એ ફળનો સ્વાદ વગેરે કેટલી બધી વસ્તુઓ આ એક ‘ઝાડ’ શબ્દ સાથે સંકળાયેલી છે? એવી જ રીતે પહાડ શબ્દ તો માત્ર ત્રણ જ અક્ષરનો છે પરંતુ એની અંદર આપણે શોધીશું તો ત્રણ હજાર કરતાં વધારે વસ્તુઓ સાથેનો એનો સંબંધ આપણી સમક્ષ રજુ થશે. એમાં અનેક વિવિધતાઓ હોવા ઉપરાંત, પરસ્પર વિરોધી એવું પણ ઘણુ બધુ આપણને જોવા મળશે. આપણી વિચારશક્તિને ઉત્તેજીત બનાવીને