________________ મ અનેકાંતવાદ નામના 43 આમ એનો સારો એવો વિકાસ સાધી આપવા સાથે આપણને એક પ્રકારના પરમ આનંદનો અનુભવ કરાવે એવી આ વાત છે. - ચાલો, આપણે એક ટેબલ ખરીદવું છે, એક ટેબલ આપણી સમક્ષ પડેલું છે. એની કિંમત આપણે વિચારવી છે. વેચનાર માણસ માગશે એટલી કિંમત આપણે આપી દઈશું? એ ટેબલ લોખંડનું છે કે લાકડાનું, લાકડું હોય તો એ કઈ જાતનું, લાકડું છે, ટેબલ નવું છે કે જુનું, જુનું હોય તો કેટલા વર્ષ વપરાયેલું છે, સાચવીને વાપરેલું છે કે દરકાર વિના, એની ઉંચાઇ, લંબાઈ, પહોળાઈ, એનો એકંદરે દેખાવ, એને બનાવનાર કારીગર કે કારખાનું અને એને વેચનાર વ્યાપારી વગેરે બધું જ આપણે વિચારવું પડે છે. . જૈન તત્ત્વજ્ઞાને જે ચાર સાધનો બતાવ્યા છે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ વિષે અહીં વિચાર કરીએ. ટેબલનું દ્રવ્ય એટલે લાકડાની જાત, ક્ષેત્ર એટલે લાકડું દેશી આયાત કરેલું કે બીજા કયા સ્થળનું, ટેબલ આપણા દેશમાં બનેલું છે કે પરદેશથી તૈયાર થઈને આવેલું છે; કાળ એટલે ક્યારે બન્યું છે, નવુ કે જુનુ, અને ભાવ એટલે, આપણે જ્યારે ખરીદવા બેઠા છીએ ત્યારે, તે વખતે, એની હાલત, એનો દેખાવ અને એની મજબુતાઈ વગેરે. આમ આ ચાર દષ્ટિકોણથી તપાસતા આ ટેબલ વિષે આપણી સમક્ષ એક પૂર્ણ ચિત્ર તૈયાર થઈ જાય છે. એની કિંમત નક્કી કરવામાં પછી આપણને કશી મુશ્કેલી પડતી નથી. આપણી જરૂરીયાત, urgencyતાકીદ-વગેરે બીજા દષ્ટિબિંદુઓ પણ આ પ્રશ્ન અંગે નિર્ણય કરવામાં આપણને મદદ કરે છે. આ થઈ જડ પદાર્થની વાત, હવે આપણે, ચૈતન્યસ્વરૂપ કોઈ એક મનુષ્યની એ વાત કરીએ. એનું મોટું જોઈને, એ વ્યક્તિ વિષે આપણે કેટલી વાત કરી શકીશું? નર, નારી કે નાન્યતર એ આપણે પ્રથમ નક્કી કરી લઈશું. હવે આમાંથી નરની વાત કરીએ. એ કોણ? ક્યાંનો? ક્યા દેશનો? ક્યા અને કેવા કટુંબમાં જન્મેલો? ધનવાન? ખાનદાન ? એના રંગ, રૂપ, શરીરની હાલત, સંસ્કાર, ભણતર, સમજણ, આબરૂ વગેરે વગેરે કેટલી બધી વાતોનો વિચાર આપણને આવશે ? એના બાહ્ય લક્ષણો ઉપરાંત અંતર્ગત રીતે તપાસતા પણ કેવું અવનવું આપણને જોવા મળશે? - પ્રત્યેક વસ્તુ પરસ્પર વિરોધી એવા અનંતગુણધર્માત્મક, અનેક પ્રકારની વિવિધતાઓથી ભરેલી છે. એનું ઉદાહરણ, કોઇપણ એક માણસને બરાબર સમજવાની આપણે કોશિષ કરીએ તો આપણને મળી રહેશે. આ માણસની કોઇપણ એક, બે કે ચાર બાબતો વિષે વિચાર કરીને, એને માટે તદન સ્પષ્ટ અને ચોક્કસ