________________
૧૧મા અનેકાંત અને સ્યાદ્વાદ માં આપણે સંબંધ જોડીએ, તો શું થાય ?
આ બધી વસ્તુઓનો આપણે વિચાર કરીશું, તો આપણને સહેજે સમજાશે કે જીવનના રોજબરોજના વ્યાપારમાં પણ, નિશ્ચય અને વ્યવહાર વચ્ચેના સુમેળની આવશ્યક્તા અનિવાર્ય છે. આ ક્ષેત્રમાં અપવાદનું આચરણ કરવાનો પ્રસંગ આવે, ત્યારે મૂળ ધ્યેયને વિસરીને આપણે કામ કરીએ, તો તેવું અપવાદ-આચરણ આપણને ખાડામાં જ નાંખે.
અહીં એક વાતને ફરીથી યાદ કરી લઈએ. રોજબરોજના જીવનમાંના આપણા આચરણો નક્કી કરવામાં પણ, આપણી મુખ્ય દષ્ટિ ધર્મ ઉપર નહિ હોય, તો સદ્ધર્મને બતાવનારા સદ્વિચાર (તત્ત્વજ્ઞાન) ઉપર નહિ હોય, તો સરવાળે સુખના ભોક્તા : આપણે કદી પણ નહિ બની શકીએ. - નિશ્ચય અને વ્યવહાર નયની વાત પૂરી કરતાં પહેલાં, એક વાર ફરીથી યાદ કરી લઇએ, કે નિશ્ચયને આપણે સાધ્ય અથવા વસ્તુના શુદ્ધ સ્વરૂપ તરીકે ગણવાનો છે અને વ્યવહારને આપણે તે પ્રાપ્ત કરવાના સાધન તરીકે ગણવાનો છે. સાધનનો ત્યાગ કરવાથી સાધ્ય જેમ અપ્રાપ્ય બની જાય છે, તેમ, વ્યવહારને છોડીને નિશ્ચય માર્ગે કશી પણ પ્રગતિ થઈ શકતી નથી. - આ બંને વસ્તુઓનો નિર્ણય કરવામાં સ્યાદ્વાદે આપણો મિત્ર અને મદદગાર છે. આપણે એક પણ વ્યવહારિક યા પારમાર્થિક કાર્ય કરીએ, ત્યારે તેમાં આપણી કોઈ ભૂલ થાય છે નહિ, એ નક્કી કરવાનું સાધન પણ “સ્માદૂવાદી છે. એનાથી ફલિત થયું, કે કોઈ પણ વ્યવહાર કે પરમાર્થ આદરતાં પહેલાં, આ અદ્દભૂત, અભૂતપૂર્વ અને અલૌકિક એવી સ્યાદ્વાદ પદ્ધતિથી આપણે એને જો તપાસી જોઇશું, તો તેમાં ભૂલ થવાનો સંભવ નહિ રહે.
આ સ્યાદ્વાદથી યુક્ત એવું અનેકાંતવાદનું તત્ત્વજ્ઞાન, હવે તમને અભૂત, પરિપૂર્ણ, અનોખું અને સ્વીકાર્ય લાગ્યું કે નહિ? | નય સંબંધીની આપણી આ વિચારણાને અહીં પૂર્ણ કરતાં પહેલાં, એક વાતની ચોખવટ કરવાનું આવશ્યક છે. આ વિષયની અહીં જે ચર્ચા કરવામાં આવી છે, તે તદન સામાન્ય અને પ્રાથમિક પરિચય પુરતી છે. એની યથાર્થ અને તાત્ત્વિક વિચારણા કરવા માટે અનેક દૃષ્ટાંતોની તથા અતિશય વિસ્તારની જરૂર પડે. '
અહીં જે સાત નય બતાવવામાં આવ્યા છે, તે મુખ્ય મુખ્ય છે. તે સિવાય પણ નયમાં ઘણા વિભાગો છે. એના સેંકડો ભેદ છે. જેટલા પ્રકારના વચન અથવા વચનના અભિપ્રાય છે, એટલા પ્રકારના નય છે, એના પ્રયોગો પણ પાર વગરના છે, સાવચેતી ફક્ત એટલી રાખવાની છે, કે, આપણે ‘સુનયને વળગી રહીએ અને