________________
મા ચાર આધાર મનમમમમાં ૭૧
હવે, આ કેરીનો કરંડીઓ દસ દિવસ પહેલા લાવીને રાખેલો છે; જ્યારે કેળા આગલા દિવસે સાંજે લાવીને મૂક્યા છે. જયારે લાવીને મૂક્યા ત્યારે બંને કાચા હતા. ખાવા માટે પાકીને તૈયાર તો એ બંને ફળો ઉપર જણાવેલા દિવસે સવારે સાત વાગે થયા. અહીં ખાસ સમજવાનું એ છે કે એ બંને ફળોને પાકવાનો સમય સવારના સાત વાગ્યાનો નથી. તે તે ફળના પાકવાનાં કાળનો-સમયનો-પ્રશ્ન જ્યારે ઉપસ્થિત થાય ત્યારે યોગ્ય સમજણ અને ગણત્રીથી આપણે કહીશું કે કેરીનો (પાકવાનો) સમય દસ દિવસનો છે અને કેળાનો (પાકવાનો) સમય બાર કે સોળ કલાકનો છે. આ દૃષ્ટિથી, એ બંનેનો, કાચામાંથી પરિવર્તન પામીને પાકા બનવાનો કાળ-સમય-અલગ અલગ થયો.
સાદી સમજ માટે થોડાક દૃષ્ટાંતો લઇએ. ૧. ઋષભદેવ ભગવાનના નિર્વાણ પછીનો કાળ = અગણિત લાખો વર્ષ. ૨. વરસાદને પડવાનો કાળ = ચોમાસુ (આ રીતે બધી ઋતુઓનો કાળ
સમજવો.) ૩. ભગવાન મહાવીરના આયુષ્યનો કાળ = તે વખતના ૭૨ વર્ષ. ૪. તીર્થંકર પ્રભુના નિર્વાણનો કાળ = જે સમયે નિર્વાણ પામ્યા છે. ૫. માટીનો પાણીમાં પલળવાનો કાળ = બેનું મિશ્રણ થતાં જેટલો સમય
લાગે તે કાળ, . આમ જ્યારે કોઈપણ વસ્તુ અંગે કાળની અપેક્ષાની વાત આપણે કરીએ ત્યારે
તે તે વસ્તુના ઉદ્ભવ અંગેનો, પરિણમનનો અસ્તિત્વનો, તથા કાર્ય કરવા અંગેનો કાળ એમ સમજવાનું છે. આમાં પણ વિવેક બુદ્ધિનો ઉપયોગ બરાબર કરવો. * ચોથો આધાર છે “ભાવ”
અહીં ભાવ શબ્દનો અર્થ “વસ્તુના ગુણધર્મ એવો થાય છે. દાખલા તરીકે ( રૂપ, રસ, ગંધ, સ્પર્શ, આકૃતિ કાર્ય (Function) વગેરે. બધું ભાવમાં આવી જાય. ટુંકમાં, વસ્તુના ગુણ, શક્તિ અને પરિણામને “ભાવ” કહેવામાં આવે છે. અંગ્રેજીમાં એને Quality and functions of the substance કહેવામાં આવે છે. આ જે ગુણધર્મ, લક્ષણ, પ્રકાર, જાત, વર્ગ વિગેરે છે તે Ever changing સમયે સમયે પલટાતા રહે છે.
આ ભાવ, એ, દરેક વસ્તુનો પોતપોતાનો સ્વભાવ છે. પ્રત્યેક વસ્તુના સ્વભાવ ભિન્ન ભિન્ન હોય છે. એક વસ્તુના સ્વભાવની બીજી વસ્તુના સ્વભાવ સાથે સમાનતા હોઈ શકે છે, પણ “એકતા” નથી હોતી. મતલબ કે દરેક વસ્તુનો પોતપોતાની અલગ અલગ ભાવ – સ્વભાવ હોય છે અને આ ભાવ પરિવર્તનશીલ
• K. ડા