SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ આ આત્માનો વિકાસ ક્રમ નામ ર૦૫ માર્ગ તરફની વિકાસ યાત્રા આગળ વધે છે. જો સમ્યગુ છૂટી જાય તો પાછો તે નીચે પટકાઈ પડે છે અને તેની બધી મહેનત ઉપર પાણી ફરી વળતાં તે પાછો હતો ત્યાં આવી જાય છે. આ ગુણસ્થાનકની મંથનાત્મક અવસ્થા થોડા વખત માટે હોય છે. આ ગુણસ્થાનકને આપણે “મંથન સદન' નામથી ઓળખી શકીએ. આ મંથનમાંથી મુક્ત થઇને વિકાસ યાત્રાને ઉર્ધ્વગામી બનાવવાનું સાધન ‘વિવેક' ઉર્ફે સારાસારની દઢ સમજણ છે. આ મંથનકાળ દરમિયાન વિવેક બુદ્ધિનો યથાર્થ ઉપયોગ આત્મા કરે, તો તે નીચે પડ્યામાંથી બચી જાય છે. શાસ્ત્રો અહિં મિશ્રભાવ સમજાવવા નાળિયેરી દ્વીપના મનુષ્યનું દષ્ટાન્ત આપે છે. એ અન્નને જાણતો જ નથી તેથી એને અન્ન પ્રત્યે રુચિ કે અરુચિ કશું નથી. એથી અહીં સમ્યફ તત્ત્વ પ્રત્યે રુચિ, અરુચિ કશું નથી. (૪) અવિરતિ સમ્યમ્ દેષ્ટિ ગુણસ્થાનઃ સમય દર્શનની પ્રાપ્તિ થઈ જાય, નિશ્ચયથી સત્ય માર્ગ ઉપર દૃષ્ટિ સ્થિર થાય અને છતાં પણ ભૌતિક સુખના આકર્ષણથી માણસ પાપાચરણમાંથી મુક્ત ના થઈ શકે, સ્વાર્થવિવશ થઈ પાપકર્મો કરતો રહે તે આ “અવિરતિ સમ્યગુ દષ્ટિ છે. આ કક્ષા ઉપર આત્માની આંતરિક અવસ્થા “સમ્યમ્ દષ્ટિ હોવા છતાં બહારથી ‘મિથ્યા દષ્ટિ જેવા હિંસાદિ કર્મો તે કરતો રહે છે. આમ છતાં મિથ્યાત્વ અને સમ્યક્તમાં જે ભેદ છે તે ભેદ તો અહિં રહે જ છે. • મિથ્યા દૃષ્ટિમાં કેવળ સ્વાર્થ અને ભૌતિક સુખપ્રાપ્તિ ઉપર જ દૃષ્ટિ હોય છે અને એ રીતે આચરવામાં આવતાં દુષ્કૃત્યો પ્રત્યે એવા માણસને સદ્ભાવ હોય છે. એતાનાં અપકૃત્યોનો પશ્ચાત્તાપ કરવાને બદલે, મિથ્યાષ્ટિ આત્મા એની પ્રશંસા કરતો હોય છે, અનુમોદના કરતો હોય છે અને તેવી રીતે સિદ્ધિઓથી ફુલાતો હોય છે. . . સમ્યગ્ દષ્ટિ આત્મા આસક્તિવશાત્ વિવશ બનીને દુષ્કૃત્યો કરે છે ખરો પણ એ માટેનો ડંખ એને રહે છે, તે પશ્ચાત્તાપ કરતો રહે છે અને એમાંથી છૂટવા માટે તે પ્રયત્નશીલ રહે છે. મિથ્થા દૃષ્ટિને પુણ્ય-પાપનો ભેદ સમજાતો નથી જયારે સમ્ય દૃષ્ટિ આત્મા આ ભેદ સમજે છે અને ન કરવા યોગ્ય કર્મો કરતો હોવા છતાં તે તેમાંથી પ્રતિક્રમણ' કરવા-પાછો ફરવા-ઉદ્યમશીલ અને જાગ્રત રહે છે. એક જ પ્રકારનાં કર્મો કરતા હોવા છતાં મિથ્યાષ્ટિ અને સમ્યષ્ટીમાં મહત્વો ભેદ છે. સભ્ય દૃષ્ટિ આત્મામાં સાત્વિકતા પ્રગટ થયેલી હોય છે જયારે મિથ્યાષ્ટિ આત્મા ક્યારેક સત્કાર્યો કરતો હોવા છતાં એની સ્થિતિ તામસિક હોય છે. સમ્યગુ દૃષ્ટિ પર નિશ્ચયાત્મક સ્થિરતા થઈ ગઈ હોવાથી સમ્ય દષ્ટિ આત્માને આ
SR No.005883
Book TitleAnekant Syadwad
Original Sutra AuthorN/A
AuthorChandulal Shakarchand Shah
PublisherBabubhai Kadiwala
Publication Year2003
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy