________________
૧૪૪
માં
અનેવંત અને સ્વાદ - બેરિસ્ટર ચક્રવર્તી
પાછળના પ્રકરણમાં આપણે જોયું કે “સપ્તભંગી' એ એક વિશિષ્ટ પ્રકારની “કસોટી-માળા’ -A chain of wonerful formulas-છે. એ એક સિદ્ધ પદ્ધતિProved method (માત્ર Proved નહિ, Approved પણ) છે; સિદ્ધ ઉપરાંત સ્વીકૃત પણ છે. એમાં કશું સંદિગ્ધ નથી, કશું અસ્પષ્ટ નથી, કશું અનિશ્ચિત નથી.
એના ઉપયોગ દ્વારા, એક જ વસ્તુને સાત જુદી જુદી રીતે ગયા પ્રકરણમાં આપણે તપાસી ગયા. એમાં ઘડો અને ફુલદાની એ બે વસ્તુઓને માધ્યમ બનાવીને આપણે સપ્તભંગીનું વર્ણન કર્યું હતું. આ રીતે, સાત જુદી જુદી રીતે આપણે વિચારતા થઇએ, તો તેથી, રોજીંદા જીવનમાં વ્યવહારના આચરણનો નિર્ણય કરવામાં આપણને ખૂબ સહાય મળી રહે એ વાત પણ નિશ્ચિત છે. એ રીતે આપણને મળી શકતી સહાયનું સ્પષ્ટ દર્શન થાય, એ હેતુથી, આપણે એક બીજા દષ્ટાંતનો સહારો લઈએ.
આ માટે, ‘બેરિસ્ટર ચક્રવર્તી નામના એક કલ્પિત માત્રની રચના આપણે કરીએ. આ નામ અહીં એક કલ્પી લીધેલું પાત્ર હોઇ, કોઈ પણ જીવંત વ્યક્તિ સાથે, ભૂત, ભવિષ્ય કે વર્તમાનના એવા કોઈ નામ સાથે આ લખાણને કશો સંબંધ નથી. આટલી ચોખવટ કરીને આપણે આગળ ચાલીએ.
આ બેરિસ્ટર સાહેબ એક વિશિષ્ટ પ્રકારનો સગુણ ધરાવે છે. એ ગુણ એમનું ઔદાર્ય-ઉદારતા.”
ઉદારતા' એ આત્માનો એક ગુણ છે. આત્માને જો આપણે દ્રવ્ય” તરીકે ગણીને ઉદારતાનો વિચાર કરીએ. તો આ ઉદારતા ગુણ, ‘ભાવની અપેક્ષામાં આવે.” ઉદારતા કોઈ દ્રવ્ય નથી, આત્માના સ્વગુણનું - સ્વભાવનું એક અંગ છે.
આમ છતાં, ઉદાહરણ તરીકે, બેરિસ્ટર ચક્રવર્તીની આ ઉદારતાને આપણે એક વસ્તુ' ગણીને ચાલીશું, આ પ્રયોગ, સપ્તભંગીની વ્યવહારિક ઉપયોગિતા સમજવા માટે આપણે કહીએ છીએ. એ માટે આપણે પ્રથમ વાક્ય એવું બનાવીએ છીએ કે બેરિસ્ટર ચક્રવર્તી ઉદાર છે.”
હવે ‘બેરિસ્ટર ચક્રવર્તીની આ ઉદારતા માટે, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની ચાર અપેક્ષાઓ આપણે નક્કી કરીએ.
દ્રવ્ય : બેરિસ્ટર ચક્રવર્તીની ઉદારતા માટેનું દ્રવ્ય, તેમની પાસે અવારનવાર ફાજલ પડતા પૈસા ઉર્ફે ધન રૂપી દ્રવ્ય છે. આ ધન તેમની પાસે ફાજલ હોય ત્યારે તેમની ઉદારતા રૂપી વસ્તુ ક્રિયાશીલ બને છે.