________________
ર૫૦
અનેકાંત અને સ્યાદ્વાદ આ ૬. આ પાંચને કરેલો નમસ્કાર ૭. સર્વ પાપનો નાશ કરનારો છે. ૮. અને સર્વમંગલો વિષે, ૯. પ્રથમ (ઉત્કૃષ્ટ) મંગલ છે.
તદન સીધો સાદો દેખાતો આ મંત્રાધિરાજ કેટલો બધો અર્થ-ગંભીર છે, એનો ખ્યાલ એકાએક આવી શકે એ સંભિવત નથી. આમ છતાં એમાં રહેલી ગહન અને ગૂઢ અર્થગંભીરતા વિષે વિચાર કરતાં પહેલાં, જેમણે આ મહામંત્રના અંશતઃ - સ્વાદને અનુભવ્યો છે, તેવા લોકોને, આ વિષયમાં શું કહેવાનું છે તે વાત આપણે જોઈએ. શરૂઆત શ્રદ્ધાથી કરજો . બુદ્ધિગમ્યતાથી એ શ્રદ્ધાને આપણે પછી અલંકૃત કરીશું:
“આ નવકાર મંત્ર તમામ શાસ્ત્રોના સાર રૂપ છે. આ મંત્ર, અચિંત્ય , પ્રભાવશાળી છે. એનો પ્રભાવ મનુષ્ય ઉપરાંત દેવો અને દાનવોને પણ આકર્ષે છે. એનાથી તમામ મનોરથો પૂર્ણ થાય છે. તમામ વિદ્ગોને આ મંત્ર દૂર કરે છે. બધા પ્રકારની આડખીલીઓ અને આપત્તિઓ (ઉપસર્ગો) આ મંત્રના પ્રભાવથી નાશ પામે છે. આ મંત્ર જંગલમાં મંગલ કરનારો, ચિંતામણી રત્ન સમો, કલ્પવૃક્ષ અને કામધેનુ કરતા અધિક ઈચ્છાપૂરક અને શૂન્યમાંથી સૃષ્ટિને સર્જાવી આપનારો છે. આ મંત્રના સેવનથી સર્વ પ્રકારના પાપોનો નાશ થાય છે. આ લોક અને પરલોકમાં સુખ સામગ્રી અને અપૂર્વ ઋદ્ધિસિદ્ધિને આ મંત્ર પ્રાપ્ત કરાવે છે. નિકાચિત અને નિબિડ કર્મની નિર્જરા એ મંત્રના પ્રભાવથી થાય છે. જન્મોજન્મના પાપ એના પાવક જાપજળથી ધોવાય છે, દુર્ગતિના ઘોર દુઃખોમાંથી આત્મા બચી જાય છે; કર્મના બંધનોમાંથી મુક્તિ મેળવીને શુદ્ધ, નિર્મળ તથા પવિત્ર બનેલો આત્મા, આ મંત્રના પ્રભાવથી જ પોતાનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરે છે અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે.
પ્રાતઃકાળે સ્મરણ કરવાથી દિવસ પરમ મંગલાનંદકારી બને છે. જન્મતા બાળકને જન્મ સમયે આ મંત્ર સંભળાવવામાં આવે, તો એનું આખું જીવન પરમ સફળતા અને યશસ્વિતાને પામે છે. મૃત્યુ કાળે પાપાત્માને સંભળાવવામાં આવે તો, તેથી તે સદ્ગતિને પામે છે.”
“કીડીને કણ, હાથીને મણ, દુખીને સુખ, સુખીને સંતોષ અને સંતોષીને પરમ સામર્થ્ય આ મંત્ર આપે છે. સ્વયંસિદ્ધ થએલો આ મંત્ર, સર્વ પ્રકારની સિદ્ધિઓનું દાન આપવાની ઉચ્ચ અને ઉત્કૃષ્ટ શક્તિ ધરાવે છે. એ સર્વસિદ્ધિપ્રદાયક મંત્રાધિરાજ છે, મંત્રશિરોમણી છે.”
આ નમસ્કાર મહામંત્રની શક્તિઓ અને સિદ્ધિઓ વિષે અનાદિ કાળથી અનેક