________________
૨૨મા અનેકાંત અને સ્યાદ્વાદ આપતા
પૂર્ણ સત્યને સમજવાની, શોધવાની અને પામવાની રીત, જૈન તીર્થકરોએ જગતને આપી છે, એ વાતનો સ્વીકાર તો આજે પૌર્વાત્ય અને પાશ્ચાત્ય સમર્થ વિદ્વાનો પણ કરવા લાગ્યા છે. સર્વજ્ઞ ભગવંતોએ જે રીતે આપણને બતાવી છે, એનો આશ્રય મેળવવામાં આપણને કોઈ રોકી શકે તેમ નથી.
વૈજ્ઞાનિક પ્રયોગશાળાઓ આપણે જોઈએ તો જણાશે કે એકની એક વસ્તુ ઉપર અનેક પ્રકારના પ્રયોગો થઈ રહ્યા હોય છે. કોઈ એક સંશોધન થઈ જાય, તે પછી, તેની ઉપર વળી એની ઉપર, બીજાં ઘણાં સંશોધનો ચાલતાં જ હોય છે. એ બધું સંશોધનોની પાછળ જે એક મુખ્ય બળ કામ કરી રહ્યું હોય છે તે એ હોય છે, કે જે કંઇ જવું છે તેનાથી ય વિશેષ કંઇક છે. જે કંઈ શોધવામાં આવ્યું છે તે પૂર્ણ છે. અને એની આગળ કે એથી વિશેષ બીજું કંઈ જ નથી એવું કોઈપણ વૈજ્ઞાનિકે કહ્યું નથી. એવું જો કોઈ કહે તો સંશોધન કામ જ બંધ થઈ જાય. . . - હવે, આમાં એક ખૂબ સમજવા જેવી વાત એ છે કે વૈજ્ઞાનિક પ્રયોગશાળાઓમાં જે પ્રયોગો અને સંશોધનો થઈ રહ્યાં છે, તે બધાની પાછળ કેવળ આકાશકુસુમવત : કલ્પના નથી. એ બધાની પાછળ “કંઈક છે, આપણે જે જાણીએ છીએ એથી વિશેષ કંઈક છે, એવી “શ્રદ્ધા દઢ બનીને ઉભી હોય છે. આ, “કંઈક છે એવી જે શ્રદ્ધા છે, તે ક્યાંથી આવી?
બહુ વિચાર કરવા જેવી આ વાત છે. એ ગમે ત્યાંથી, ક્યાંકથી, આવી એ તો નિશ્ચિત વાત છે. એમાંથી નિસ્પન્ન એ થયું કે જે દેખાતું કે સમજાતું નહોતું એવું કંઈક અસ્તિત્વમાં હતું તો ખરું જ.” એ અસ્તિત્વ ઉપરની શ્રદ્ધામાંથી જ એ બધાં સંશોધનો માટે પ્રેરણા મળી છે. આ વાતનો સ્વીકાર કર્યો જ છુટકો છે.
અને, એ શ્રદ્ધાના બળ ઉપર પ્રયોગશાળામાં સંશોધન કરતી વખતે એ બધાને તર્કનો જ આશ્રય લેવો પડે છે. ખોટા તર્ક ઉપર ચાલતાં કોઈ પ્રયોગ નિષ્ફળ જાય છે, ત્યારે પાછો નવેસરથી નવો તર્ક કરીને, એમને ચાલવું જ પડે છે. એમ કરતાં કરતાં, એમના એ ભૌતિક ક્ષેત્રમાં, જયારે શુદ્ધ તર્ક ઉપર તેઓ આવી જાય છે, ત્યારે સિદ્ધિ એમને સાંપડી જાય છે.
આ થઈ ભૌતિક બાબતોને લગતી વાત. એવી જ રીતે, જીવનનાં તમામ ક્ષેત્રોમાં, માણસને શુદ્ધ તર્કનો આશ્રય લેવો જ પડે છે. એ શુદ્ધ તર્કને, પોતાના જ મનની પ્રયોગશાળા દ્વારા સિદ્ધ કરવાનું બધા માટે શક્ય નથી. એટલે પછી, જેમણે પોતાના તમામ પાપોનો ક્ષય કરીને, આ જગત તથા જગતની બહારની તમામ આધિભૌતિક અને આધ્યાત્મિક બાબતોને કેવળજ્ઞાન Omniscience દ્વારા જોઇ છે અને જગત્ સમક્ષ રજુ કરી છે, તેમનો આશ્રય આપણે લેવો જ પડશે. એ ભગવંતો