________________
મકાની ભૂમિકા જે કહી ગયા છે, તે બધું સાચું જ છે કે કેમ, એ સમજવા માટેની જિજ્ઞાસાવૃત્તિથી જ ફક્ત શરૂઆત કરીએ, તોય તે આપણને આગળ, ક્યાંક આગળ તો લઈ જ જશે.
નાનું બાળક જ્યારે સૌપ્રથમ નિશાળમાં જાય છે, ત્યારે તેને “ચૌદ તરી બેતાલીસ આવડતું નથી. સ્થાપિત ગણિતશાસ્ત્રમાં વિશ્વાસ મૂકીને અભણ માતાપિતા પોતાના બાળકને શાળામાં મૂકી જાય છે. ત્યાં શિક્ષક એને જે ગોખાવે છે, તે, બાળક ગોખી જાય છે. “પંદર તરી પિસ્તાલીસ’ એવું જે પ્રથમ ગોખવામાં આવ્યું હોય છે, તેની તે વખતે તેને શાસ્ત્રીય સમજણ હોતી નથી. પછી, જ્યારે એનામાં વધારે સમજણ આવે છે, સરવાળા ને બાદબાકી કરતાં એને આવડી જાય છે, ત્યારે, ત્રણ વખત પંદરનો સરવાળો એ કરી લે છે અને પોતે અગાઉ જે ગોખ્યું હતું એની યથાર્થતાનો અનુભવ તેને થઇ જાય છે.
આ તત્ત્વજ્ઞાનની બાબતમાં પણ આપણે બધા બાળકો જેવા જ છીએ. શરૂઆત જો શ્રદ્ધાપૂર્વક ગોખવાથી નહિ કરીએ તો યથાર્થતાનો અનુભવ કરવાનું આપણને શી રીતે મળશે? .
કોઈ એવો પ્રશ્ન કરશે કે ગણિતશાસ્ત્ર તો દુનિયાભરમાં એક જ છે. જયારે " તત્ત્વજ્ઞાનની બાબતમાં એવું ક્યાં છે? અહીં તો બાર ભૈયા ને તેર ચોકા જેવો ઘાટ છે. •
વાર. એ વાત માની લીધી. તત્ત્વજ્ઞાન, જગતમાં ઘણાં છે. કે “તો પછી જૈને તત્ત્વજ્ઞાનનો જ એકડો શા માટે ઘુંટવો? બીજા કોઇથી શરૂઆત - કેમ ન કરવી?” આવો બીજો પ્રશ્ન સહેજે પૂછાશે.
આનો જવાબ બરાબર યાદ રાખી લેવા જેવો છે. જૈન તત્ત્વ જ્ઞાનીઓનો એ . દાવો છે કે “જૈન દર્શન એ એકલું જ એવું તત્ત્વજ્ઞાન છે, જેમાં જુદા જુદા તમામ
દૃષ્ટિબિંદુઓ, સિંધુમાં મળતી સરિતાઓની માફક સમાયેલાં છે.” આવો દાવો બીજા • કોઈ તત્ત્વજ્ઞાને કર્યો જાણ્યો નથી. તો પછી એનાથી શરૂઆત કરવામાં શું વાંધો?
' આજકાલ તો જાહેરખબરનો જમાનો છે. પેટમાં આવતી ચૂંક મટાડવા માટે, ચામડીને સ્વચ્છ અને મુલાયમ બનાવવા માટે કોઈ એક દવા યા સાબુની જાહેરખબર આપણે વાંચીએ છીએ. એ જાહેર ખબરમાં, તે તે ચીજ વિષે મોટા મોટા દાવા કિરવામાં આવ્યા હોય છે. એ જાહેરખબર વાંચીને આપણે એમાંની કોઈ કોઈ ચીજો ખરીદી લાવીએ છીએ કે નહિ? જાહેરખબરમાં જે ગુણોનું વર્ણન કરવામાં આવ્યું હોય છે, તે યથાર્થ છે કે નહિ, એ અંગેનો નિર્ણય, એનો ઉપયોગ કર્યા સિવાય આપણે કરી શકીશું?
તો પછી, જૈન તત્ત્વજ્ઞાન વિષે એના દર્શકોનો જે દાવો છે એની યથાર્થતાનો