________________
મા ચાર આધાર દિન ૩ - અથવા જે સમયે મૂક્યો હોય તે એનો “કાળ છે અને “કાળો અથવા લાલ રંગ એ એનો ભાવ છે.
હવે, આ ચારે અપેક્ષાઓ, જે આપણે જોઈ તેમાં એક બીજી મહત્ત્વની વાત પણ સમજી લેવાની છે. આ વાત એ અપેક્ષાઓના “સ્વ” અને “પર” એવા બે વિભાગોની છે. આ “સ્વ” અને “પર” એ બે અલગ અલગ ભાવ છે. આ બંને શબ્દોને આપણે સમજી લઈએ.
સપ્તભંગના પ્રથમ બે પદમાં (પહેલા તથા બીજા ભંગમાં) “છે’ અને ‘નથી” એવા બે વિધાન કરેલા છે. આ વિધાન “સ્વ” અને “પર”ની અપેક્ષાએ કરેલા છે.
સ્વ” એટલે પોતાનું અને “પર” એટલે “પોતાનું નહિ તે,” અર્થાતુ પારકું. . એટલે જ્યારે અપેક્ષાની વાત કરવામાં આવે ત્યારે તે બે પ્રકારે થાય છે. એક તો, “સ્વ-દ્રવ્ય, સ્વ-ક્ષેત્ર, સ્વ-કાળ અને સ્વ-ભાવ” અને બીજો “પર-દ્રવ્ય, પરક્ષેત્ર, પર-કાળ અને પર-ભાવ. આ રીતે પ્રત્યેક વસ્તુના નિર્ણય કરવામાં કુલ આઠ અપેક્ષાઓ થઈ.*.
વસ્તુના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષામાં જ્યારે “સ્વ” શબ્દ ઉમેરાય છે, ત્યારે, તેથી “અસ્તિ' એટલે “છે એવો નિર્દેશ થાય છે. એ જ રીતે, એ ચારે અપેક્ષાઓમાં જ્યારે પર’ શબ્દ ઉમેરાય છે, ત્યારે, તેથી “નાસ્તિ એટલે “નથી” એવો નિર્દેશ થાય છે. .
એટલે, આ ચારેમાં જયારે સ્વ-સ્વરૂપની અપેક્ષા આવે છે ત્યારે આપણે “છે' એમ કહીએ છીએ અને પર-સ્વરૂપની અપેક્ષા આવે છે ત્યારે આપણે “નથી” એમ કહીએ છીએ. - આ ચારે અપેક્ષાઓ માટે “ચતુષ્ટય' એવો શબ્દ વાપરવામાં આવે છે. ચારેનો એક સાથે ઉલ્લેખ કરવાનો હોય ત્યારે આ શબ્દ વપરાય છે. “સ્વ” અને “પર” શબ્દોને ચતુટ્ય’ શબ્દમાં ઉમેરીને “સ્વચતુટ્ય “પરચતુષ્ટચ' એવો શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. - આ ચારે આધારોની, એનાં ચાર “સ્વ-સ્વરૂપની અને ચાર “પર-સ્વરૂપ'ની વિશેષ ચર્ચા આપણે સપ્તભંગી વિષેના પ્રકરણમાં કરવાના છીએ. તદુપરાંત, તે પહેલાં “અપેક્ષા' શબ્દની વિસ્તૃત સમજણ માટે “અપેક્ષા' નામનું એક પ્રકરણ પણ હવે પછીના પાનાઓમાં આવવાનું છે. એટલે, અહિં એનું વિવરણ સંક્ષેપમાં કર્યું છે. જે કંઈ ઉપર લખાયું છે તેને બરાબર વિચારી અને સમજી લઇશું તો આગળ ઉપર કરવામાં આવનારી વિચારણા સમજવામાં આપણે ખૂબ સરળતા પ્રાપ્ત થશે. કે હવે આપણે “પાંચ કારણ’ વિષે થોડુંક સમજી લઈએ.