________________
જીવન ઝંઝટ
આપણે થોભતા નથી. આપણા કોઈ કાર્ય અંગે પાછળથી જ્યારે કંઇ મુશ્કેલી ઉભી થાય ત્યારે વિચા૨ ક૨વા માટે આપણે અટકીએ છીએ ખરા, આ રીતે અટકવાની પાછળ આપણા હાથે થઇ ગયેલાં દુષ્કૃત્યનો પશ્ચાત્તાપ જવલ્લે જ હોય છે. મોટા ભાગે તો, ઉભી થયેલી પરિસ્થિતિમાંથી માર્ગ કેવી રીતે કાઢવો, એમાંથી કેમ છૂટવું, એ વિષયના જ વિચારો આપણે કરીએ છીએ. ગમ્મતની વાત તો એ છે, કે એ વિચારો આપણે કરીએ છીએ. કે એ વિચારોના ફળ સ્વરૂપ, એક દુષ્કૃત્યના પરિણામમાંથી છૂટવા માટે આપણે ફરીવાર પાછા દુષ્કૃત્યો જ આદરવા લાગી જઇએ છીએ. આપણા હાથપગમાં પડેલી બેડીઓને કાઢવા માટે એ માર્ગ આપણે ગ્રહણ કરીએ છીએ, એ માર્ગના અંતે, હાથપગમાંથી છૂટી પડેલી બેડીઓ પાછી આપણા જ ગળામાં પડવાની છે, એ વાતનો ખ્યાલ આપણને હોતો નથી. આ બધું પણ આ સંસારમાં સર્વસામાન્ય દેખાય છે.
ખરી રમુજ તો આવી કોઇ વિષમ પરિસ્થિતિમાં આપણે ફસાઇ જઇએ છીએ, ત્યારે આવે છે.
કોઈ પૂછે, કેઃ અલ્યા ચંદુ, તેં આ શું કર્યું?
ત્યારે ચંદુ કહેશે કેઃ ‘ના, મેં એ નથી કર્યું. સ્થિતિ આમ હતી, સંયોગો આવા હતા, પરિસ્થિતિ તેવી હતી, ફલાણા ભાઈ એમાં આડા પડ્યા, પૂંછડા ભાઈ એમાં નડ્યા, આમ થયું ને તેમ થયું' એવી ઘણી બધી ભળતી વાતો કરીને ચંદુ પછી કહેશે કે : ‘‘એના માટે જ્વાબદાર હું નથી.”
આ ચંદુએ જે વાત કરી એવી વાત ચંદુ એકલો જ કરે છે, એવું માનશો નહિ. મોટા ભાગના લોકો આવી જવાબદારીનો ટોપલો બીજાઓ ઉપર ઢોળવો એ એક સર્વ સાધારણ મનોવૃત્તિ છે. અપવાદ તેમાં જૂજ હોય છે.
જીવનમાં અનુભવવી પડતી આવી બધી અનેક ઝંઝટોનું મુખ્ય કારણ એ છે, કે જીવન વિષે, જીવનના હેતુ વિષે, જીવનના ધ્યેય વિષે અને જીવવાની પધ્ધતિ વિષેની સુસ્પષ્ટ સમજણ આપણી પાસે હોતી નથી.
આ સમજણ જો આપણી પાસે આવી જાય, તો પછી, જીવન એક ઝંઝટ મટી જાય. આ જ્ઞાન જો આપણને પ્રાપ્ત થઇ જાય, તો જીવન એક સ્વર્ગ બની જાય. આ બાબતમાં જૈન દાર્શનિકોએ ક્યો માર્ગ બતાવ્યો છે તે જાણવાનું બહુ રસપ્રદ થઇ પડશે.
આંખ, કાન, નાક, જીભ અને ત્વચા, આ પાંચ ઈન્દ્રિયો દ્વારા માણસનું મન કામ કરે છે. આ પાંચમાંથી એક પણ ઇન્દ્રિય જો કામ ન કરતી હોય એવા શરીરને ‘ખંડિત અંગ’ કહેવામાં આવે છે. શરીરનાં આ પાંચ મુખ્ય અંગો છે. સંસારી માણસો