________________
ર૨૮ મી અનેકાંત અને સ્યાદ્વાદ
આત્માની મુક્તિની વાત તો ઘણી મોટી છે. અહિં તો આપણે કેવળ ભૌતિક સુખની જ વાત કરી રહ્યા છીએ. જૈન તીર્થકર ભગવંતોએ ગૃહસ્થ માટે, સંસારી મનુષ્યો માટે પાલન કરવાના જે પાંચ આચારો બતાવ્યા છે, તેનું પાલન કર્યા સિવાય માનવજાતનો કોઈ આરો દેખાતો નથી. એ પાંચે પાંચ આચારોનું પાલન થવા માંડે, તો પછી, યુદ્ધની જરુર નહિ રહે, એટબોંબની આવશ્યક્તા નહિ રહે, લશ્કરની પણ જરુર નહિ રહે.
આ વાત પર ખૂબ ગંભીરતાથી વિચાર કરજો!
પાળવા માટેના એ પાંચે પાંચ અક્ષત સિદ્ધાંતો છે. એ બધા એકબીજા સાથે સંકળાયેલા છે. એકને છોડો તો બીજુ છૂટવા લાગશે. એકને પકડો તો બીજુ ખેંચાઈને આવશે. એના અનુક્રમને ઉપરથી લો કે નીચેથી, એ પાંચે પાંચ સિદ્ધાંતો અવિભક્ત અને એક છે. '
ઉપરથી લઈએ. “હિંસા છોડો.” પછી અસત્ય આચરણ આપમેળે છૂટશે. અસત્ય આચરણ જશે એટલે ચોરી જશે. ચોરી ગઈ તો અબ્રહ્મનો આધાર જતાં તે પણ જશે. અને અબ્રહ્મ જોગયું તો પરિગ્રહ છૂટવાનો જ.
નીચેથી લઈએ. પરિગ્રહ છોડો. એમાંથી પ્રગટતી સાદાઈને કારણે અબ્રહ્મ તરફ અભાવ આવવાનો જ. અબ્રહ્ય છૂટયું એટલે ચૌર્યકર્મને અવકાશ રહેવાનો જ નહિ. ચૌર્ય કર્મ ગયું તો પછી અસત્યની આવશ્યક્તા જ ગઈ. એટલું થયું એટલે પૂર્ણ અહિંસા પ્રગટવાની જ.
ઉલટો ક્રમ લઈએ. “હિંસા” પછી જૂઠ તો આવવાનું જ. એ આવ્યું જ. એમાંથી અબ્રહ્મ પણ આવશે અને પરિગ્રહની તો પછી કોઈ માઝા જ નહિ રહે.
પરિગ્રહ વધારવા માંડો. એમાંથી અબ્રહ્મ આવવાનું જ પછી અણહકનું લેવાનોપ્રાપ્ત કરવાનો ઉત્સાહ (દુર્ભાવ) પણ આવશે. એ આવશે એટલે અસત્ય વિના છૂટકો જ નહિ થાય. પછી એ બધું ભેગું મળીને જે મહાઅનર્થ સર્જશે, તે હિંસામાં જ પરિણમવાનો. જેવું વિશ્વ માટે, તેવું જ વ્યક્તિ માટે. વિશ્વથી આપણે ભિન્ન નથી. એક માનવી, એકલદોકલ માનવી પણ આ પાંચે આચારોનું પાલન કરવા. માંડે. “એકલો જાને, એકલો જાને, એકલો જાને રે....... હાક સૂણી તારી કોઈ ના આવે તો એકલો જાને રે' એવી કવીવર રવીન્દ્રનાથ ટાગોરની જે પંક્તિઓ છે, તે મુજબ, એક જ માણસ નિશ્ચય કરીને આ પાંચે આચારોનું પાલન કરવા માંડે, તો તેની સુવાસ, તેની સૌરભ એની આસપાસ ફેલાશે જ ; અવશ્ય ફેલાશે. બીજા લોકો વિરૂદ્ધ વર્તન કરતા હોય તો પણ, પ્રત્યેક સમજદાર માણસે આ પાંચેપાંચ આચારોનું, સંપૂર્ણ ન બને તો અંશત: પાલન કરવાથી શરૂઆત કરવી જ જોઈએ. કેમકે, એમાં