________________ 40 મીમ અનેકાંત અને સ્યાદ્વાદ , “અનેકાંત' શબ્દને છૂટો પાડીશું તો તેમાંથી, “અનેક” અને “અંત’ એવા બે શબ્દો આપણને જોવા મળશે. એટલે, એનો સીધો સાદો અર્થ, “જેના અંત અનેક છે” એવો થશે. જૈન તત્ત્વજ્ઞાન કે જૈન ધર્મ અનેક છેડાઓવાળો છે એવો અર્થ કોઇએ કરવાનો નથી. એનો સ્પષ્ટ અર્થ એ છે, કે તત્ત્વજ્ઞાનરૂપી વિષયને અનેક છેડાઓ (બાજુઓ તથા દષ્ટિ)થી તપાસી અને ચકાસી જોયા પછી જે એક નક્કર સત્ય લાગ્યું તે બતાવતું તત્ત્વવિજ્ઞાન આ છે. જૈન દાર્શનિકોએ માત્ર પોતાના તત્ત્વજ્ઞાનને આ અનેકાંતથી તપાસ્યું છે એવું નથી. એમણે જગતના બધા જ તત્ત્વજ્ઞાનોની, તેમની આ અદ્વિતીય પદ્ધતિથી છણાવટ કરી છે અને એ બધા તત્ત્વજ્ઞાનો કેવળ એક જ અંત (એકાંત) ઉપર નિર્ભર છે, એ . વાત પણ પુરવાર કરી છે. જૈન દાર્શનીકોના મતે બીજા તત્ત્વજ્ઞાનો જુદા જુદા બધાયા દષ્ટિબિંદુઓને લક્ષ્યમાં લીધા વિના માત્ર એક જ બાજુથી તપાસી-વિચારીને રચાયેલા છે. જૈન તત્ત્વજ્ઞાનમાં જેને આગમ પ્રમાણનો એક અંશ માનવામાં આવ્યો છે એ સાત નય ખૂબ જ સમજવા જેવા છે. આપણે એને કોઇપણ તત્ત્વજ્ઞાનને તપાસી જોવા માટેના સાત અંત અથવા છેડાઓ તરીકે ઓળખીશું તો ચાલશે. એ દૃષ્ટિથી, જૈન તત્ત્વવેત્તાઓએ પૂરવાર કર્યું છે, કે ફક્ત જૈન દર્શન એકલું જ આ સાતે સાત અંતછેડાઓ-ના સમૂહ ઉપર નિર્ભર છે. બાકીના મુખ્ય મુખ્ય દર્શનો એકાંતિક એટલે એક જ અંત અથવા છેડા ઉપર રચાયા છે. જૈન દાર્શનિકોના પુરવાર થએલા અભિપ્રાય મુજબ ભિન્ન ભિન્ન દર્શનોની પરિસ્થિતિ નીચે મુજબ છે : 1. અદ્વૈત વેદાંત અને સાંખ્ય, “સંગ્રહ નયના અભિપ્રાયે રચાયા છે. 2. નૈયાયિક અને વૈશેષિક દર્શનો, નિગમ' નયના અભિપ્રાયે રચાયા છે. 3. ચાર્વાક મત, કેવળ “વ્યવહાર' નય ઉપર નિર્ભર છે. 4. બૌદ્ધ મત, ઋજુસૂત્ર નયને અનુસરે છે. 5. મીમાંસક મત, “શબ્દનયના આધારે બંધાયેલો છે. 6. વૈયાકરણ દર્શન, “સમભિરૂઢ' નયના આધારે ચાલે છે. 7. એ સિવાયના બીજા જે કેટલાક Extremist-ઉદ્દામ તત્ત્વજ્ઞાનો છે તે બધા “એવંભૂત’ નયને અનુસરે છે. જ્યારે, જૈન દર્શન, એ સાતે નયોના સમૂહ રૂપ, એક વિશાળ મહાસાગર સમું છે. આ પ્રત્યેક નય વિષેની સમજણ આગળ નયના પ્રકરણમાં આવશે. આ જે બધી વાતો ઉપર જણાવી છે એના સમર્થનમાં અહીં કશું વિશેષ લખવાની