________________
૧૦૦ મી. અનેકંત અને સ્યાદ્વાદ પણ
મનુષ્યના શરીરમાં જે રક્ત ફરે છે તેમાં કેટલી કેટલી બાબતો હોય છે, તેનો ખ્યાલ કોઇ પણ પેથોલોજીસ્ટ આપણને આપી શકશે. કેટલાક રોગો અંગે લોહીની તપાસ કરાવ્યા પછી તેનું ચોક્કસ નિદાન થઈ શકે છે અને ચોક્કસ નિદાન થયા. પછી એનો સફળ ઉપચાર થઈ શકે છે; આ વાત તો આપણે સૌ જાણીએ છીએ.
એ જ રીતે “નય દ્વારા વસ્તુના ભિન્ન ભિન્ન અંગોને જાણવાની જે પદ્ધતિ છે, તે પણ આવી જ એક પૃથક્કરણ વિધિ - Analytical process છે. જેના તત્ત્વજ્ઞાનીઓએ વસ્તુના જુદા જુદા સ્વરૂપોનું વર્ગીકરણ (Analysis) કરવા માટે સાત પ્રકારની પ્રયોગશાળાઓ આપણી સમક્ષ રજુ કરી છે અને તેમણે એને “નય, સાત નય' એવું નામ આપ્યું છે. આ સાત નયને હવે આપણે ક્રમશઃ તપાસીએ. એ સાતેના નામથી તો આપણે પરિચિત થઇ ગયા છીએ. અહી તેનો ફરીથી ઉલ્લેખ કરીએ:
૧. નૈગમ નય. ૨. સંગ્રહ નય. ૩. વ્યવહાર નય. ૪. ઋજુસૂત્ર નય. ૫. શબ્દ નય. ૬. સમભિરૂઢ નય. ૭. એવંભૂત નય.
આ સાતેને હવે આપણે ક્રમવાર, એક એક નય લઈને, સમજીએ. અહીં એટલું ધ્યાનમાં રહે, કે “નય’ એ, એક દષ્ટિ છે. વસ્તુને જોવાની દૃષ્ટિ છે. એમાં ઉત્તરોત્તર નય, પૂર્વ પૂર્વ નય કરતાં સૂક્ષ્મ-સૂક્ષ્મતર દષ્ટિવાળો છે. -
૧. નૈગમ નય : એની સંક્ષિપ્તમાં વ્યાખ્યા કરવી હોય તો આપણે એમ કહી શકીશું કે : “વસ્તુના સામાન્ય તથા વિશેષ એમ ઉભય સ્વરૂપને માને, પરંતુ અલગ અલગ માને તે નૈગમ.” અંગ્રેજીમાં આને આપણે 'Figurative knowledge' એમ કહી શકીશું. આ “નૈગમમાં મૂળ શબ્દ છે “નિગમ”.
નામ-નૈમિ. આમાં જે નિગમ શબ્દ છે તેનો અર્થ “સંકલ્પ' (નિર્ણય) એવો થાય છે. આ નિગમ શબ્દનો “કલ્પના એવો અર્થ પણ થાય છે. કલ્પનાથી થતો વ્યવહાર તે “નૈગમ કહેવાય છે. અહીં - કલ્પના એટલે કોઈ અસત્ કાલ્પનિક ધર્મની સ્કૂરણા નથી સમજવાની, પણ સત્ વાસ્તવિક ધર્મની સ્કૂરણા લેવાની છે.
આ નયમાં બે ખાસ વાત આવે છે. આમાં રહેલી પહેલી વાત એ છે, કે