________________
ના વિચાર, પ્રણામ અને નિક્ષેપ તા ૯૧ ; કોઈ કદાચ એવો પ્રશ્ન કરશે કે તેઓ સર્વજ્ઞ હતા તેની શું ખાત્રી? એમણે જે કંઈ કહ્યું છે તે બધું સાચું જ છે, તેની પણ શું ખાત્રી?”
જેમની બુદ્ધિ ઠીક ઠીક ખીલી હોય તે લોકોને માટે, બુદ્ધિના ઉપયોગથી, વીતરાગ ભગવંતોના કથનની યથાર્થતા સમજવાનું કંઈ કઠીન નથી. આમ છતાં મુખ્યત્વે તો આ શ્રદ્ધાનો વિષય છે, જીવનના નાના મોટા તમામ કાર્યોમાં મહદંશે આપણે શ્રદ્ધા ઉપર જ ચાલીએ છીએ. આપણા માતાપિતા પાસેથી એમના માતાપિતા. કે દાદાદાદી વિષે જે જ્ઞાન આપણને મળ્યું હોય છે, તે જ્ઞાન કે હકીકતો ઉપર આપણે અવિશ્વાસ નથી કરતા. એ વાતને શ્રદ્ધાપૂર્વક આપણે સાચી માનીએ જ છીએ. એ રીતે શ્રદ્ધા રાખવામાં આપણે ઠગાતા નથી. તો પછી, જેમણે અનેકાંતવાદ જેવા અદ્ભુત અને અપ્રતિમ તત્ત્વજ્ઞાનનો આપણને બોધ આપ્યો છે અને જેમણે ભાખેલા ઘણા ઘણા વિધાનોને આધુનિક વિજ્ઞાનશાસ્ત્રીઓએ પ્રયોગશાળાઓમાં ચકાસીને સિદ્ધ કરી બતાવ્યા છે, તેવા સર્વજ્ઞ ભગવંતોએ દર્શાવેલા આગમો-શાસ્ત્રો ઉપર અશ્રદ્ધા રાખવાનું કોઈ પણ વ્યાજબી કારણ આપણી પાસે નથી.
આ ચારે પ્રમાણો અંગેની સાધારણ માહિતી આપવાનું પુરું કરીને આપણે આગળ વધીએ તે પહેલા આટલી વાત યાદ રાખવાની છે કે એ ચારેમાંનું પહેલું પ્રમાણ જે પ્રત્યક્ષ પ્રમાણ છે તે આપણને ઇંદ્રિયો અને મન દ્વારા બોધ કરાવે છે, જયારે બીજાં ત્રણ-બીજું, ત્રીજું અને ચોથું એ પરોક્ષ પ્રમાણો માત્ર મન અને અન્ય માધ્યમ દ્વારા જ આપણને યથાર્થ સમજણ આપે છે.
પરોક્ષ પ્રમાણ ઉપર ત્રણ જાતના બતાવ્યા છે. એ ત્રણને બદલે એના પાંચ ભેિદ પણ પાડવામાં આવેલા છે, અને “સ્મરણ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ એવાં નામો અપાયા છે. આની વિગતમાં આપણે અહીં ઉતરતા નથી; પરંતુ. જેમને આ વિષયમાં ખાસ રસ હોય તેમણે તે માટે તજજ્ઞ પુરૂષોનો સંપર્ક સાધવો. - નય અંગેની વિચારણા પર પાછા આવતાં, આ વાત હવે આપણને યાદ રહેશે કે ઉપર જે પ્રમાણો દર્શાવ્યા છે તે પ્રમાણના વિષયનાં અંશને નય ગ્રહણ કરે છે. અગાઉ નિર્દેશ કર્યો છે તે મુજબ નય વ્યાકરણ સમાં છે. આખાય સ્યાદવાદને જો કોઇ અનેકાંતવાદના વ્યાકરણની ઉપમા આપે, તો પછી, આ સાત નયને વિભક્તિ કહેવામાંય વાંધો નથી. એને આપણે ગમે તે નામથી ઓળખીયે, એક વાત બરાબર સમજી લેવાની છે કે આ નય, એ ઘણો મહત્ત્વનો વિષય છે.
અહીં, આ નય સંબંધી જે થોડું વિવેચન થયું છે, તે જોઇને, કોઇના મનમાં એવી શંકા ઉભી થવાનો સંભવ છે કે દરેક નય વસ્તુના એક જ સ્વરૂપની વાત કરે