________________
૩૦ ટકા અનેકંત અને સ્વાદ્વાદ હિ
આ પાંચ જ્ઞાન વિષેની સાધારણ તથા વિશેષ સમજણ આપણે હવે પછીનાં પાનાંઓમાં, યોગ્ય સ્થળે આપીશું-મેળવીશું.
૧૨. ઉપર જે જ્ઞાન બતાવ્યા છે તે ખરેખર જ્ઞાન જ છે, અજ્ઞાન નથી એ નક્કી કરવા અને એને સમજવા-સમજાવવા માટે જૈન શાસ્ત્રજ્ઞોએ પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે પ્રકારના પ્રમાણો બતાવ્યા છે. પ્રમાણ એટલે આધાર, સાબીતી. આમાં પ્રત્યક્ષ પ્રમાણના સાંવ્યવહારિક અને પારમાર્થિક એવા બે વિભાગ છે. જ્યારે પરોક્ષ પ્રમાણમાં અનુમાન, ઉપમાન અને આગમ અથવા શ્રુત પ્રમાણ એવા ત્રણ ભેદ છે. આના અંગેની થોડીક વધારે સમજણ આપણે હવે પછી આપીશું-મેળવીશું.
૧૩. ઉપર પ્રમાણો બતાવ્યાં છે તે પ્રમાણો દ્વારા વસ્તુનો નિર્ણય કરવા માટે જૈન દાર્શનિકોએ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ નામથી ઓળખાતાં ચાર સાધનો બતાવ્યા છે. એને આપણે ચાર આધાર પણ કહી શકીશું. આને “ચતુષ્ટય. એવું નામ આપવામાં આવ્યું છે. “પ્રમાણથી શેય વસ્તુના વિભાગ નિક્ષેપ’ પણ એને કહે છે. પ્રત્યેક વસ્તુનો નિર્ણય કરવામાં આ ચતુષ્ટયની અપેક્ષા ઘણો મહત્વનો ભાગ ભજવે છે. આમાં પાછા “સ્વ-ચતુર્થ્ય' અને “પર-ચતુષ્ટઢ એવા બે વિભાગ છે. આને માટે પણ હવે પછીનાં પાનાઓમાં આપણે થોડીક વધારે સમજણ મેળવીશું.
૧૪. ઉપર જણાવેલી તથા અન્ય બાબતોની સમજણ જેમાં આપવામાં આવી છે એ તત્ત્વવિજ્ઞાનને અનેકાંતવાદ, સ્યાદવાદ તથા સાપેક્ષવાદ વગેરે નામથી જૈન દાર્શનિકો ઓળખાવે છે. આ તત્ત્વવિજ્ઞાન સર્વજ્ઞ ભગવંતોએ આપેલું છે.
૧૫. “સ્યાદ્વાદતત્ત્વજ્ઞાનને સમજવા માટે જે પદ્ધતિ તૈયાર કરવામાં આવી છે એને આ “નય' નામથી ઓળખવામાં આવે છે. આ “નય' શબ્દનો અર્થ આપણે “અપેક્ષાએ થતું વસ્તુનું જ્ઞાન-Relative knowledge એવો કરીશું.”
આ “નયના મુખ્ય બે વિભાગ છે : (૧) દ્રવ્યાર્થિક એટલે વસ્તુના સામાન્ય સ્વરૂપને સમજાવે તે-General. (૨) પર્યાયાર્થિક એટલે વસ્તુના વિશેષ સ્વરૂપને સમજાવે તે-Specific.. આ સાત નયના નામ નીચે મુજબ છે :
૧. નૈગમ, ૨. સંગ્રહ, ૩. વ્યવહાર, ૪. ઋજુસૂત્ર, ૫. શબ્દ, ૬. સમભિરૂઢ, ૭. એવંભૂત.
આ સાતમાં પ્રથમ ત્રણ નય દ્રવ્યાર્થિક' વિભાગમાં આવે છે અને છેલ્લા ચાર નય પર્યાયાર્થિક વિભાગમાં આવે છે. આ સાતે નયના વિષયને આગળ ઉપર આપણે થોડાક વિસ્તારપૂર્વક વિચારીશુ. પરંતુ આ સાતે નય તત્ત્વજ્ઞાનની સમજણ માટે છે. ધર્મના આચરણ માટે જૈન તત્ત્વવેત્તાઓએ એને બે વિભાગમાં વહેંચ્યા છે.