________________
મક પરિચય એટલે જે કર્મ ભોગવાઇ જઇને મુદત પુરી થતા પોતાની મેળે ખરી પડે તે.
૮. બંધઃ દુધમાં જેમ પાણી ભળી જાય છે તેની પેઠે કર્મનો આત્મા સાથે જે સંબંધ થાય તે-બંધન.
૯. મોક્ષઃ સર્વ કર્મોના ક્ષયથી થતી આત્માની મુક્તિ. - છ દ્રવ્યની જેમ, આ નવ તત્ત્વોનું ઘણું જ સૂક્ષ્મ અવલોકન જૈન દાર્શનિકોએ કિરેલું છે. અહીં માત્ર એની અત્યંત સંક્ષિપ્ત વ્યાખ્યા આપી છે. એમાં જો રસ પડે તો એ વિષયના ગ્રંથો મેળવીને વાંચી લેવા તથા તજજ્ઞ પુરૂષો પાસેથી એની સમજણ મેળવવી. '
૧૦. ઉપર જણાવ્યા તે છ દ્રવ્યો તથા નવ તત્ત્વોના સંયોગ-પ્રયોજનથી, અનાદિકાળથી ચાલતી આવેલી આ વિશ્વરચનામાં જે કંઈ પણ બને છે તેમાં પ્રયોજક તરીકે જૈન દાર્શનિકોએ પાંચ કારણો બતાવ્યાં છે. આ પાંચ કારણો નીચે મુજબ છેઃ
૧. કાળ: વસ્તુ અથવા કાર્યનો પરિપક્વ કે અપરિપક્વ સમય એવો અર્થ. આ કાળ-કારણમાં સમજવાનો છે.
૨. સ્વભાવઃ અહીં સ્વ-ભાવ એવી વ્યુત્પત્તિ છે. એટલે, માણસનો કે જાનવરનો સ્વભાવ નહિ પણ પ્રત્યેક વસ્તુનો પોતાનો સ્વ-ભાવ. આપણે એને ‘સહજધર્મ' એવા નામથી પણ ઓળખી શકીશું. - ૩. ભવિતવ્યતા : આનું “નિયતિ એવું બીજું નામ પણ છે. આનો અર્થ કર્મ દ્વારા ઘડાયેલું પ્રારબ્ધ એવો થતો નથી. આ એક અનાદિ-અનંત અને સ્વતંત્ર કારણ છે. ' ' ૪. પ્રારબ્ધઃ આનું કર્મ એવું બીજું નામ પણ છે. વ્યક્તિગત અને સામુદાયિક કર્મો દ્વારા જે ઘડાય છે તે પ્રારબ્ધ.
૫. પુરુષાર્થઃ આને માટે “ઉદ્યમ” એવું બીજું નામ પણ છે. જીવ-ચૈતન્ય જે ઉદ્યમ અથવા પુરુષાર્થ કરે છે તે. - જૈન તત્ત્વજ્ઞાન માને છે કે આ પાંચ કારણો જયાં સુધી ભેગાં થતાં નથી ત્યાં સુધી કશુંય કાર્ય બનતું નથી. આ વિષયની વિશેષ સમજણ આપણે આગળ ઉપર આપીશું. અહીં ફક્ત સંક્ષિપ્ત વ્યાખ્યા બતાવી છે.
૧૧. આ બધું એટલે ઉપર જે કંઈ બતાવવામાં આવ્યું છે તે તથા બીજી ઘણીબધી વાતો સમજવા માટે જે જ્ઞાન જોઈએ, એને જૈન દાર્શનિકોએ પાંચ ભાગમાં વહેંચ્યું છે. એને પાંચ જુદા જુદા, નીચે મુજબના નામ આપ્યાં છેઃ
૧. મતિજ્ઞાન ૨. શ્રુતજ્ઞાન ૩. અવધિજ્ઞાન ૪. મન:પર્યવજ્ઞાન અને ૫. કેવળજ્ઞાન.