________________
૧૫૦)
અનેકાંત અને સ્વાદ બેરિસ્ટર ચક્રવર્તીની ઉદારતાને લગતું આ જે દૃષ્ટાંત આપણે જોઈ ગયા, તેમાં, બારીક વાંચનાર કોઈ કદાચ કંઈ વાંધોવચકો આમથી કે તેમથી ઉભો કરે તે અસંભવિત નથી પરંતુ, અહિં આપણે આ સપ્તભંગીના વ્યવહાર ઉપયોગિતા બતાવવાના શુભ આશયથી એક પાત્રની કલ્પના કરી ને એક ચિત્ર રજુ કર્યું છે એ ભૂલવાનું નથી. મુખ્ય સવાલ આ રીતે વિચાર કરવાની એટલે વસ્તુની ભિન્ન ભિન્ન બાજુઓને તપાસવાની ટેવ પાડવાનો અને એ રીતે આપણી તુલનાશક્તિને સાફ કરવાનો તથા મજબુત બનાવવાનો છે. આ હેતુ અહીં બરાબર જળવાયો છે એ નિશંક છે.
આવી જ રીતે, બેરિસ્ટર સાહેબના અદાલતી કામકાજમાં પણ, સ્યાદ્વાદનો ઊપયોગ લાભપ્રદ રીતે અજમાવી શકાય છે.
ઉદાહરણ તરીકે, એક પેઢીના મહેતાજીનું ખૂન થયું છે. એ કેસમાં બચાવ પક્ષના બેરિસ્ટર તરીકે આ ચક્રવર્તી સાહેબને આપણે રોકીએ.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની ચારે અપેક્ષાઓ આખુન કેસને લાગુ પડે છે. (૧) ઉઘરાણી કરીને પાછા ફરતાં ખૂન થયું છે. = દ્રવ્ય (૨) મુંબઈ શહેરમાં ધોબીતળાવ આગળ ખૂન થયું છે.= ક્ષેત્ર (૩) બપોરના અઢીથી ત્રણના ગાળામાં ખૂન થયું છે. - કાળ (૪) લુંટ કરવાના ઇરાદાથી ખૂન થયું છે. = ભાવ
હવે બેરિસ્ટર ચક્રવર્તી, આરોપીના બચાવ માટે ઉપરના સંયોગો તથા હકીક્તોને લક્ષ્યમાં લઈને, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાઓ વડે યુક્ત એવો કેસ તૈયાર કરે છે.
(૧) ખૂન આરોપીએ કર્યું નથી. = દ્રવ્ય - (૨) આરોપી ધોબીતળાવ નજીક હતો નહિ. = ક્ષેત્ર
(૩) બપોરના ૧ થી ૩ વાગ્યા દરમિયાન આરોપી બોરીવલીમાં હતો અને તેના સાક્ષી પુરાવા છે. = કાળ
(૪) આરોપી ખુન કરે તેવો માણસ નથી, એની જિંદગીમાં એણે માંકડ કે. મચ્છર પણ માર્યો નથી = ભાવ
ઉપર દર્શાવેલા બંને ચતુષ્ટયોમાં ખૂન જેનું થયું છે. તે મહેતાજી માટે જે સ્વચતુષ્ટય છે તે આરોપી માટે પરચતુષ્ટય બની જાય છે અને આરોપી માટે જે સ્વચતુષ્ટય છે તે ખૂન અંગે પરચતુષ્ટય બની જાય છે.
હવે, જેનું ખૂન થયું છે, એ ખૂન તો એક હકીકત છે, એક નિશ્ચિત હકીકત તરીકે એ વાત રજુ કરવામાં આવી છે. સવાલ હવે આરોપીના બચાવનો આવે છે.