________________
બેરિસ્ટર ચક્રવર્તી
એનો બચાવ બેરિસ્ટર ચક્રવર્તીના હાથમાં છે. એમની સામે ફરિયાદ પક્ષના સરકારી વકીલ છે. તેઓ બંને મળીને, સામસામા ઉભા રહીને, ન્યાયાધીશ સમક્ષ આ કેસ ચલાવવાના છે. પક્ષ તરફથી સાક્ષીઓ પણ આવવાના છે. કેસ દરમિયાન, જ્યૂરીના સદ્ગૃહસ્થો પણ હાજર રહેવાના છે.
ન્યાય – ચુકાદો - આપવાનું કામ ન્યાયાધીશ સાહેબે કરવાનું છે. તે પહેલાં જ્યૂરીનો અભિપ્રાય પણ મેળવવાનો છે. તેઓ સાહેબ, આ કેસની આખીએ કાર્યવાહી દરમિયાન, તેમના હંમેશના સ્વભાવ મુજબ તટસ્થતા ભાવ ધારણ કરીને બેસવાના છે. આરોપીએ ખૂન કર્યુ છે એ પૂરવા૨ ક૨વા ફરિયાદ પક્ષ મહેનત કરશે. આરોપી નિર્દોષ છે એ પૂરવાર કરવા બેરિસ્ટર ચક્રવર્તી આકાશ-પાતાલ એક ક૨શે, અર્થાત્, પુરેપુરી મહેનત કરશે. એ બધામાં સત્ય શું છે એ વાતનો નિર્ણય કરીને નિ:પક્ષ ચૂકાદો આપવાનું કામ સૌથી છેલ્લે ન્યાયાધીશ સાહેબે કરવાનું છે.
હવે આપણે આ કેસની કાર્યવાહી દરમ્યાન ન્યાયાધીશ સાહેબ સમક્ષ કેવા ભિન્ન ભિન્ન ચિત્રો રજુ થાય છે. તે જોઈએ.
(૧) ફરિયાદ પક્ષ તરફથી રજુ કરવામાં આવેલું તહોમતનામું વાંચીને એક અભિપ્રાય આવે છે કે ‘આરોપી ગુન્હેગાર છે.’
(૨) બેરિસ્ટર ચક્રવર્તીનું બચાવનામું જોઈને બીજો એક અભિપ્રાય આવે છે કે ‘આરોપી ગુન્હેગાર નથી.'
(૩) તહોમતનામાની અપેક્ષાએ તથા બચાવનામાની અપેક્ષાએ તટસ્થ ન્યાયાધીશ નોંધે છે કે : ‘આરોપી ગુન્હેગાર છે અને નથી.’
(૪) આ સંયોગોમાં ચુકાદો આપવાનું કામ ‘અવક્તવ્ય છે, ચૂકાદા વિષે કંઈ કહી શકાય નહિ,’
(૫) ફરિયાદ પક્ષના સાક્ષીઓની જુબાની નોંધાય છે અને બેરિસ્ટર ચક્રવર્તી એમની ઉલટ તપાસ લે છે. સાક્ષીઓની જુબાની જોતાં આરોપી ગુન્હેગાર છે; પરંતુ ઉલટ તપાસ જોતાં એ ગુન્હેગાર છે એવો ચૂકાદો આપી શકાય તેમ નથી. એટલે, ‘આરોપી ગુન્હેગાર છે પણ ચૂકાદા વિષે કંઈ કહી શકાય નહિ.’
(૬) બચાવ પક્ષના સાક્ષીઓની જુબાની નોંધાય છે અને સરકારી વકીલ એમની ઉલટ તપાસ કરે છે. આ સાક્ષીઓની જુબાની જોતાં આરોપી ગુન્હેગાર નથી; પરંતુ ઉલટ તપાસ જોતાં એ ગુન્હેગાર નથી એવો ચૂકાદો આપી શકાય તેમ નથી. એટલે, ‘આરોપી ગુન્હેગાર નથી પણ ચુકાદા વિષે કંઈ કહેવાય નહિ.’
(૭) ફરિયાદ પક્ષનો કેસ મજબુત રીતે રજુ થયો છે, બચાવ પક્ષ તરફથી પણ એવી જ રીતે આરોપીના લાભમાં સંગીન રજુઆત થઈ છે. પરંતુ જ્યુરીનો નિર્ણય