________________
૯૬ વર
અનેકાંત અને સ્યાદ્વાદ
નામ આપવામાં આવ્યા હોય તે ‘નામ નિક્ષેપ’ કહેવાય. આ નિક્ષેપને વસ્તુના નામ સાથે જ સંબંધ છે, એ નામના કોઇ અર્થ કે ભાવ સાથે સંબંધ નથી. જે વસ્તુ, પદાર્થ કે વ્યક્તિને, તેમાં રહેલા કોઇ ખાસ અર્થ, ભાવ કે ગુણને કારણે કોઇ ચોક્કસ નામ આપવામાં આવ્યું હોય તો તે નામ નિક્ષેપમાં આવતું નથી. પરંતુ, વ્યક્તિને ઓળખવા માટે એનું જે નામ પાડવામાં આવ્યું હોય તે નામ અને વ્યક્તિ પોતે જ ‘નામ નિક્ષેપ’ એમ સમજવાનું છે.
દાખલા તરીકે હનુમાનજીનું બીજું નામ ‘બજરંગબલી' છે. આ બીજું જે નામ છે તે હનુમાનજીમાં રહેલા વિશિષ્ટ ગુણોને કારણે વિશેષણ તરીકે વપરાય છે. એ બીજું નામ એક ભાવ બતાવે છે એટલે તે નામ નિક્ષેપમાં નહિ આવે. હનુમાનજી પોતે ત્યાં નામ નિક્ષેપમાં નહિ આવે.
સ્થાપના નિક્ષેપ : કોઇપણ એક વસ્તુમાં બીજી વસ્તુની સ્થાપના કરી. એ સ્થાપ્ય વસ્તુના નામ દ્વારા આપણે ઓળખાવીએ, ત્યારે, ત્યાં ‘સ્થાપના નિક્ષેપ’ થાય છે. આમાં ‘તદાકાર સ્થાપના’ અને ‘અતદાકાર સ્થાપના’ એવા બે ભેદ છે.
કોઇ એક દેવ યા વ્યક્તિની પત્થરની મૂર્તિ બનાવીને તે મૂર્તિને આપણે તે તે દેવ યા વ્યક્તિનું નામ આપીએ છીએ. આમાં વસ્તુ પત્થર હોવા છતાં એનો તે દેવ કે વ્યક્તિ જેવો આકાર બનાવીને, કોઇ દેવ કે વ્યક્તિનું તેમાં આપણે આરોપણ કરીએ છીએ. આ ‘તદાકાર સ્થાપના' આકાર બતાવતી સ્થાપના થઇ.
બીજી બાજુ, આપણે શેત્રંજની રમતમાં લાકડાનાં કે પ્લાસ્ટીકના મ્હોરા બનાવી, તેમને, રાજા, વજીર, ઊંટ, હાથી, ઘોડો વિગેરે નામ આપીએ છીએ. અહીં તે તે નામોનું આરોપણ આપણે લાકડામાં કર્યું એટલે સ્થાપના નિક્ષેપ કર્યો; પરંતુ, તે મ્હોરામાં રાજા, વજીર, ઊંટ, ઘોડો, હાથી ઇત્યાદિનો આકાર નથી હોતો. એટલે, એ ‘અતદાકાર સ્થાપના’ આકાર ન હોવા છતાં, અમુક આકારવાળા નામોનું આરોપણ કહેવાય.
નાટક કે સિનેમાના પાત્રો, ફોટોગ્રાફ, મૂર્તિ વિગેરેમાં મૂળ વ્યક્તિની જે સ્થાપના થાય છે, તે ‘તદાકાર સ્થાપના નિક્ષેપ' કર્યો ગણાય. પાળિયા, સમાધિ, ગંજીપાના, પાના, શેત્રંજના પ્યાદા ઇત્યાદિમાં આકૃતિ ન હોવા છતાં જે વ્યક્તિની સ્થાપના આપણે કરીએ છીએ તે ‘અતદાકાર સ્થાપના’ કહેવાય.
એટલે, તે તે નામ દ્વારા નક્કી કરેલી કોઇપણ વસ્તુ યા વ્યક્તિની બીજી કોઇ કે વ્યક્તિમાં સ્થાપના-આરોપણ કરીએ, તેને અહીં ‘સ્થાપના નિક્ષેપ’ થયો એમ ગણવાનું છે.
વસ્તુ
નામ નિક્ષેપમાં ‘નામ અને વ્યક્તિ' બંને આવે છે જ્યારે આ સ્થાપના નિક્ષેપમાં