________________
પ્રકાશકીય નિવેદન
જૈન સિદ્ધાંતોની સાર્વભૌમતા બહુજનમાન્ય છતાં અનેકાંત જેવો સર્વ શિરોમણી સિદ્ધાંત વાતચીતની પદ્ધતિએ આજ સુધી ક્યાંય છપાયો જણાયો નથી. અમને જણાવતાં હર્ષ થાય છે કે અમદાવાદ વાળા સ્વ. ચંદુલાલભાઈ શકરચંદ શાહે જ્ઞાનની આરાધના નિમિત્તે “અનેકાંત અને સ્યાદ્વાદ” નામનો પ્રૌઢ અને રસાળ શૈલીથી ગુજરાતીમાં લખેલો ભવ્ય ગ્રંથ અમને દ્વિતિય આવૃત્તિનું પ્રકાશન કરવા માટે અમોને આપ્યો. શ્રી ચંદુભાઈ પરમ પૂજ્ય અધ્યાત્મયોગી પંન્યાસ પ્રવર શ્રી ભંદ્રકરવિજયજી ગણિવર્ય સાથેના સાનિધ્યમાં શ્રી ગુરુર્ભાગવતની પરમ કૃપાથી આ ગ્રંથને લખીને સમગ્ર જૈન તેમજ અજૈન ને ઉપયોગી માર્ગદર્શન મળી તેવી વાસ્તવિકા સર્જી આ સમાજ ઉપર તેમને ઘણો ઉપકાર કર્યો છે. શ્રી ચંદુભાઈનો સંપર્ક શ્રી ગુરુમહારાજના સાનિધ્યમાં રહ્યો તે દરમ્યાન થયો અને આવી તેજસ્વી અને મહાન લેખક તરીકે “શ્રી ચંદ્ર”ના નામે ખ્યાતિ પામેલ તેવી વ્યક્તિનો મને લાભ મળ્યો અને આજે તેમના કુટુંબીજનો તરફથી આ ગ્રંથની દ્વિતિય આવૃત્તિ ને ગુજરાતીમાં છપાવી પ્રસિદ્ધ કરવા માટે મને જે શક્તિમાન ગણ્યો છે. તેથી તેમના કુટુંબીજનોનો હું ખુબ જ આભાર માનું છું. અને આ આવૃત્તિ પ્રગટ કરવા માટે તેઓ ભાગ્યશાળી થયા છીએ. આ ગ્રંથના હિંદી, મરાઠી અનુવાદો તો પહેલાં જ છપાઈ ગયા છે. આ ગ્રંથ વાંચતાં એવો રસ આવશે કે તે પુરો કર્યા વગર નીચે મૂકાય જ નહિ એવી સુંદર શૈલીથી શ્રી ચંદુભાઈ “શ્રી ચંદ્ર” લખ્યો છે. આમાં ઘરગથું દૃષ્ટાંતો, ઉપમાઓ ઘણી છતાં પારિભાષિક શબ્દો નહિ જેવા હોવાથી અર્જન પણ સહેલાઈથી સમજી શકે છે. જરૂર તે ઠેકાણે વૈજ્ઞાનિક દષ્ટિએ તુલના પણ કરવામાં આવી છે. આ ગ્રંથના આરંભથી અનેકાંતવાદનો દરેકે કરવો પડતો અનિવાર્ય સ્વીકાર બતાવી, પછી તેનું વિસ્તૃત સ્વરૂપ, સાત નય, સપ્તભંગી, નવ તત્ત્વ, જીવન તેમજ જગત્ની જટિલ ગુંચવણનો ઉકેલ કરવામાં અનેકાંતવાદની અનન્ય ઉપયોગિતા આદિ બાબતો એવી સચોટયુક્તિઓ પૂર્વક અને માનસશાસ્ત્રની દષ્ટિએ લખાઈ છે કે જૈન અજૈન કોઈ પણ વ્યક્તિ એને લક્ષ્મપૂર્વક વાંચે તો અમે માનીએ છીએ કે તેને અનેકાંતની દઢ શ્રદ્ધા ઉત્પન્ન થતા વાર નહિ લાગે.