________________
પ્રાથમિક
૧૫
બધા લોકોએ એમની માન્યતા સ્વીકારી લેવી જોઇએ અને સ્વીકારશે તો જ ઉદ્ધાર થશે, નહિ તો નર્કની ખાણમાં જ પડવાનું છે.' એવી વાત એ બધા જ લોકો કહેતા હોય છે.
આગ્રાના કિલ્લામાંથી દેખાતા તાજમહાલ વિષે કોઇ ફારસી કવિએ લખ્યું છે
}:
‘આ પૃથ્વી પર અગર જો કંઇ સ્વર્ગ છે તો
તે આ જ છે, અહિં જ છે, અહિંયા જ છે.’
એ કાવ્યાર્થના જેવું જ આજ ચારે તરફ દેખાય છે. આધ્યાત્મિક બાબતમાં રસ લેતા કોઇ પણ સજ્જનને મળો. મોટા ભાગના લોકો, પોતે જે મતના અનુયાયી હશે, એનાં જ ગીત ગાવા લાગી જશે.
સદ્ગત શ્રી કિશોરલાલ મશરૂવાળા જ્યારે ગાંધીજીના આશ્રમમાં રહેવા ગયા ત્યારે તેઓ પોતે સ્વામીનારાયણ પંથના ચુસ્ત અનુયાયી હતા. ગાંધીજીને પણ સ્વામીનારાયણ ધર્મમાં ભેળવવાની અને સહજાનંદ સ્વામીના અનુયાયી બનાવવાની ઉમેદ તેમનાં મનમાં હતી. આ વાત એમણે પોતે જ લખી છે. એ સમભાવી અને બુદ્ધિશાળી કિશોરલાલભાઇ ને શ્રી કેદારનાથજીનો ભેટો થયો ત્યારે એમનો જુદો જ અનુભવ થયો. શ્રી કેદારનાથજીના સમાગમથી પોતાને સત્ય સાંપડી ગયું એવો તાર એમણે પોતે જ આબુના પર્વત પરથી પોતાના આત્મજનોને મોકલાવ્યો હતો. આથી ઉંલટું, શ્રી કેદારનાથજીએ પોતે જ કહ્યું છે કે, એમને (કિશોરલાલને) અને એવા બીજા અનેક સજ્જનો, સાધુઓ, સંતો તથા યોગીઓને થએલા અનુભવો અપૂર્ણ છે.
આપણી ચારે તરફ જ્યારે આવી પરિસ્થિતિ દેખાતી હોય ત્યારે સ્વાભાવિક રીતે જ એવો પ્રશ્ન ઉપસ્થિત થાય કે ‘આપણે શું માનવું?’
આ, માનવાની બાબતમાં, એક સર્વસામાન્ય અભિપ્રાય એવો છે કે આપણે જે કંઇ સમજીએ અથવા માની લઇએ એ બધું સતર્ક, સુતર્કયુક્ત, દાખલા દલીલો સાથે સુસંગત હોવું જોઇએ, કોઇપણ બાબતને તર્ક Logic દ્વારા સમર્થન ન મળતું હોય તો એ વાતને ખોટી સમજીને ફેંકી દેવી જોઇએ.
આ જાતની માન્યતામાં એક અતિશય મહત્ત્વની વાત ભૂલાઇ જાય છે. એ વાત એ છે કે જેને તર્ક માનવામાં આવે છે તે ‘શુદ્ધ’ તેમજ ‘સંપૂર્ણ’ છે ખરો?
આધુનિક વિદ્યાપીઠોમાં જે તર્કશાસ્ત્ર Logic ભણાવવામાં આવે છે તેમાં ખોટા તર્કની Fallacy of Logic એક વાત આવે છે. તર્કશાસ્ત્ર એ ઘણો અટપટો વિષય છે. તર્કશાસ્ર લખનાર ભણાવનાર અને ભણનાર એ ત્રણે વર્ગમાં પૂર્ણ રીતે ઘડાયેલી