________________
મા ૧૬ મારા અનેકાંત અને સ્વાદ્વાદ માટે વિવેકબુદ્ધિ ન હોય, માનસ જો પૂર્વગ્રહથી યુક્ત હોય, મૂક્ત ન હોય, અને એ ત્રણે ક્રિયાઓ (લખવાની ભણાવવાની અને ભણવાની) અહંભાવની છાયા નીચે જો ચાલતી હોય, તો એનાં પરિણામો કેવાં આવે?
ગણિતશાસ્ત્રનો એક તર્ક આપણે લઇએ. અઢી માથોડાં પાણીવાળી એક નદીને પાર કરવા માગતા પાંચ માણસોને પૂછ્યું કે દરેકના ભાગે કેટલું પાણી આવશે? ગણિશાસ્ત્રીએ તો હિસાબ ગણીને કહી દીધું કે દરેકના ભાગે અધું માથોડું એટલે કમ્મરપૂર પાણી આવશે.
હવે. આ હિસાબ સ્વીકારીને. પેલા પાંચે જણ નદી પાર કરવા માટે જો ચાલવા માંડે તો શું પરિણામ આવે? પાંચે જણ ડૂબી જ જાય. ગણિતશાસ્ત્રની દૃષ્ટિએ આ ભૂલ વગરનો તર્ક હતો. પરંતુ, વ્યવહારમાં એ પ્રાણઘાતક બની જાય. એટલે, આ મિથ્યા તર્ક છે. એનું અનુસરણ જો કરવામાં આવે તો એમાં વિવેકશૂન્યતા હોય.
મિથ્યા એટલા માટે કે ગણિત ગણનાર માણસ માણસો અને નદીને લક્ષ્યમાં લીધા સિવાય, એ બંનેના માપને એક સાથે ધ્યાનમાં રાખ્યા વિના જ વિચાર કર્યો. પેલા પાંચ માણસોએ પણ વિવેકબુદ્ધિનો ઉપયોગ કર્યા સિવાય એનું અનુસરણ કર્યું.”
એક બીજી, નાની સરખી અને સામાન્ય વાત લઈએ. ' '
કોઈ એક મકાનમાં દિવાલો સફેદ રંગની છે. એમાં, વિજળીની બત્તીના ગોળા લીલા રંગના મૂકેલા છે. બત્તીઓ પ્રગટે છે ત્યારે લીલા રંગનો પ્રકાશ એ દિવાલો ઉપર પડે છે. એટલે, એ સફેદ દિવાલો તે વખતે લીલા રંગની લાગે છે.
આ દિવાલોને રાત્રે અને દિવસે જોનાર બે જુદી જુદી વ્યક્તિઓ વચ્ચે એ દિવાલોના રંગ બાબતમાં મતભેદ ઉભો થવાનો જ. એક જણ કહેશે કે દિવાલોનો રંગ સફેદ છે. બીજો કહેશે કે ના, દિવાલો લીલા રંગની છે. એ બંને જણની વાત સાચી પણ છે અને ખોટી પણ છે. આ જાણનારો ત્રીજો માણસ, એ મકાનમાં રહેવાવાળો, જ્યારે એ બંને જણને મળે ત્યારે જ એ વાતનો ખુલાસો થાય. એ બંને જણની વાત, પરસ્પર વિરોધી હોવા છતાં, દિવસ અને રાતની ભિન્નભિન્ન અપેક્ષાએ સાચી છે. એ વાતનું ભાન તો, એ બંને જણ દિવસે અને રાત્રે એમ બંને વેળાએ એ દિવાલોને જુએ ત્યારે જ થાય. ત્યાં સુધી, એ બંને જણ, પોતપોતાની માન્યતામાં મક્કમ રહે તેમાં શું નવાઈ?
નજર વડે જે દેખાય છે, એની જ વાત લઇએ. એક પહાડની ટોચ ઉપર ચાર જણ ઉભા છે. એક જણની આંખમાં મોતિયો છે અને એણે ચશ્માં નથી પહેર્યા. બીજાની આંખમાં મોતિયો છે પણ એણે ચશમાં પહેર્યા છે. ત્રીજાની આંખ કોઈ પણ જાતના રોગથી મુક્ત છે. ચોથાની આંખ સારી છે પણ વધારામાં એની પાસે