________________ મા 36 અનેકાંત અને સ્યાદ્વાદ પ્રમાણ (ભાષાંતર આ લેખકનું છે.) અગર યોગીન્દ્ર ભર્તુહરિએ આ એક દષ્ટાંતમાં કેટલી બધી મહત્ત્વની વાત. કરી છે? ગંગા નદીનું સ્વર્ગમાંથી થએલું અવતરણ તો એક રૂપક તરીકે રજુ થયું છે; પરંતુ આચારભ્રષ્ટ માણસોને આપણે ત્યાં કેટલો મોટો સમૂહ જોવા મળે છે? હવે આપણે એક બીજા પ્રકારના માણસની કલ્પના કરીએ. વિચારથી એ માણસ પૂર્ણપણે અહિંસામાં માને છે. પરંતુ, મનોબળની ખામીને કારણે અહિંસક વર્તન તે કરી શકતો નથી. આમ છતાં, સારા વિચારના સહારાથી પોતાના આચરણ વિષે એ પૂરેપૂરો જાગ્રત રહી શકશે. અને જે હિંસા તે આચરશે તેને માટે સદૈવ દુઃખ તો તે અનુભવશે જ. હવે એક બીજી વાત. સારા વિચાર અને સારા વર્તનની જ્યારે આપણે વાત કરીએ છીએ, ત્યારે, એ “સારા” શબ્દનો અર્થ શો? આપણને જે સારું લાગે છે?” ના. આપણી વૃત્તિઓ સંતોષાય અને ઇંદ્રિયોને આનંદ મળે એવું બધું જ આપણને તો સારું જ લાગવાનું. આ વાત સમજવા જેવી છે. આપણને પોતાને જે સારું લાગે તે બધું જ જો આચરવા-કરવા લાગી જઈએ તો તો ખાડામાં જ પડીએ. અહીં આપણે એ નિર્ણય ઉપર આવવું પડશે કે “સારૂં” એટલે “સાચું પરંતુ, વળી પાછો પ્રશ્ન થશે કે સાચું શું? આ સાચું શું છે, એનો નિર્ણય કરવાનું કામ આપણા માથા ઉપર જ આપણે લઈ લઈશું તો વળી પાછા આપણે ફસાવાના. કેમ કે, આપણી સ્વાર્થવૃત્તિઓ અને અધૂરી સમજણ તથા મર્યાદિત બુદ્ધિ એમાં પાછી આડી આવવાની જ. એટલા માટે જ અહીં તત્ત્વજ્ઞાનની આવશ્યકતા ઉપસ્થિત થાય છે. કોઈ એક સુનિશ્ચિત તત્ત્વજ્ઞાનનો આશ્રય લેવાની આવશ્યકતા અને ઉપયોગિતા હવે આપણને સમજાયા વિના નહિ રહે. પછી પ્રશ્ન એ ઉપસ્થિત થશે કે ક્યા તત્ત્વજ્ઞાનનો આશ્રય લેવો? દેખીતી રીતે જ જગતનાં બધાં જ તત્ત્વજ્ઞાનો મનુષ્યોને સારા વિચારો આપે છે. સદ્વર્તન માટે આવશ્યક શુભ વિચારો બધા જ તત્ત્વવેત્તાઓએ પીરસ્યા છે. સ્વાભાવિક રીતે જ હવે એ પ્રશ્ન ઉપસ્થિત થશે કે, એ પરિસ્થિતિમાં ક્યું તત્ત્વજ્ઞાન આપણે અપનાવવું? એક ધોતી જોટો કે સાડી ખરીદવા માટે આપણે બજારમાં જઈએ છીએ. ત્યાં જઈને ટ્યુબલાઇટોની રોશનીથી ઝળહળતી એક દુકાનમાં આપણે દાખલ થઈએ છીએ. વ્યાપારી આપણને ધોતી અને સાડી બતાવે છે. - ભભકાદાર રોશનીમાં એ વ્યાપારી આપણને જે બતાવે છે તે બધું જ “સારૂં