________________
૪૬ મકાનો અનેવંત અને સ્વાદ્વાદ ,
અનેકાંતવાદનો આધાર લઇને તપાસીશું તો સ્પષ્ટ દર્શન થશે કે સત્ અને અસત્ એ બે જુદા તત્ત્વો નથી. એકનું અસ્તિત્ત્વ બીજાના અસ્તિત્ત્વને કારણે જ, બીજાના આધારે જ છે. એક જો નાશ પામે તો બીજું નિરર્થક બની જાય; એની આવશ્યકતા, ઉપયોગિતા કે અસ્તિત્વ પછી રહે જ નહિ.
આ વાતનો પૂર્ણ ગંભીરતા અને ઉંડાણપૂર્વક, અનેકાંતવાદનો આશ્રય લઈને વિચાર કરવામાં આવે તો તુરત જ સમજાઈ જશે કે સત્ અને અસત્ જુદા દેખાતા હોવા છતાં એ ભિન્ન નથી. સત્ વિના અસત્ સંભવે જ નહિ અને અસત્ વિના સતું. સંભવે જ નહિ. એટલે, પરસ્પર વિરોધી દેખાતા આ તત્ત્વો અન્યોન્યના આધારરૂપ હોઇ, તત્ત્વતઃ બંને એક તત્ત્વનાં બે સ્વરૂપો છે. અનેકાંત દષ્ટિથી એ બંને જુદાં પણ છે અને એક પણ છે.
એવી જ રીતે, નિત્ય-અનિત્ય', “ધર્મ-અધર્મ', “એક-અનેક' વિંગેરે બંધા પણ પરસ્પર વિરોધી ગુણધર્મો હોવા છતાં, વાસ્વતમાં એક જ છે, સમગ્રરૂપે એક જ છે. એ ત્રણે જોડકાંઓમાં બેમાંથી એકને તમે દૂર કરો તો બીજાનું અસ્તિત્વ Automatically-આપોઆપ મટી જાય છે. આ વાત બરાબર સ્વીકારીને આપણે ચાલીએ તો વ્યવહારમાં નડતી અનેક મુંઝવણોનો અંત આવી જાય.
પ્રકાશ અને અંધકાર આ બે તત્ત્વોની આપણે વાત કરીએ. દેખીતી રીતે એ બંને જુદાં તત્ત્વો છે. એ બંનેનું કાર્ય પરસ્પર વિરોધી છે. હવે કોઈ એમ કહે કે પ્રકાશમાં અંધકાર પણ છે અને અંધકારમાં પ્રકાશ પણ છે, તથા એ બંને વાતને ભેગી કરીને એમ કહે કે એક જ વસ્તુમાં પ્રકાશ તથા અંધકાર બંને સાથે રહે છે, તો પહેલી નજરે એ વાત કોઈ નહિ માને.
પરંતુ આપણે પૂછીએ કે અવકાશમાં જ્યારે પ્રકાશ હતો ત્યારે અંધકાર કયાં ગયો હતો? પ્રકાશનું આગમન થતાં અંધકાર ક્યાં ગયો? વિચાર કરતાં જણાશે કે અંધકાર જે હતો તે પ્રકાશમાં સમાઈ ગયો. એવી જ રીતે અંધકાર જ્યારે આવ્યો ત્યારે પ્રકાશ જે હતો તે અંધારામાં વિલીન થઈ ગયો, મળી ગયો.
આ પ્રકાશ કે અંધકારને જવા માટે, છુપાવા માટે, બીજું કોઈ સ્થાન તો છે જ. નહિ. એટલે, જે જ્યાં હતો, તે ત્યાં જ રહ્યો; અથવા જે પ્રથમ નહોતો, તે પછીથી આવનારમાં હતો જ; અને જે આવ્યો તે પ્રથમ જે હતો તેમાં હતો જ; એમ કહેવામાં શું હરકત છે? એની સામે દલીલ કેવી રીતે થઈ શકે? જે બદલાયું તે તો માત્ર અવસ્થા અથવા સમય. રાતની અપેક્ષાએ અંધકાર અને દિવસની અપેક્ષાએ પ્રકાશ આપણે જોયા. પરંતુ, એ બંનેનો આધાર એક જ હોવાથી, પરસ્પર વિરોધી ગુણધર્મો ધરાવતા હોવા છતાં એ બંને એકમેકમાં સમાયેલા છે એનો ઈન્કાર શી રીતે થઈ