________________
૧૧૮
અનેકંત અને સ્વાદ પ્રમાણ પહેલાં અને નિર્ણય લીધા પછી, એમ બંને વખતે, આપણને મળેલી આ નવી દૃષ્ટિનો લાભ લેવાની અને એ પદ્ધતિથી વિચાર કરવાની ટેવ તો આપણે પાડવાની જ.
આ રીતે વિચાર કરવાની ટેવ પાડવાથી; સૌથી મોટો ફાયદો તો આપણને એ થાય છે, કે તેથી આપણી સમજણ શક્તિ ખૂબ ખીલે છે. તદુપરાંત, આપણામાં સમતા, સહિષ્ણુતા, દેઢતા, ધૈર્ય, સત્યપ્રિયતા, ઉદારતા અને વ્યવહાર દક્ષતા જેવા ઘણા આવશ્યક સગુણો, આપોઆપ પ્રગટવા માંડે છે.
સામાન્ય રીતે માણસ પોતાને સાચો માને છે. કેટલીક વાર, માની લીધેલું.આ સાચાપણું, મૂર્ખતાની પરાકાષ્ઠા સમું હોય છે. હું મૂર્ખ છું. કેવળ મૂર્ખ અને અજ્ઞાન છું.’ એ વાતની માણસને ઝટ ખબર પડતી નથી. ઝટ તો ઠીક, લાંબા વખત સુધી અને ક્યારેક તો ક્યારેય પણ ખબર પડતી નથી, નયેષ્ટિથી વિચાર કરતાં માણસ શીખે, તો એનું અજ્ઞાન દૂર થાય છે. આ રીતે વિચાર કરવાની ટેવ, એક પ્રકારનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ-Psycho analysis-કરવામાં પણ મદદગાર થાય છે, સરવાળે તેથી કલ્યાણ જ થાય છે.
આ નય પ્રકરણને સમાપ્ત કરતાં પહેલાં, એક વિનંતી કરવાની છે. આ વિનંતી, સલાહ, સૂચના, જે કહો તે, એ છે, કે “આપણી જાતને હોંશિયાર-સર્વગુણ સંપન્ન માનીને અને અહંભાવને વચ્ચે લાવીને કદીપણ ચાલવું-વર્તવું નહિં. બીજાની સલાહ, સૂચના કે સહાય મેળવવામાંથી આપણી જાતને વંચિત ન રાખવી. યોગ્ય ગુરુ, વડિલ અથવા મિત્ર પાસેથી માર્ગદર્શન મેળવવા હમેશા તૈયાર રહેવું.
‘જ્ઞાન, ગુરુ વિનાનું મળતું નથી.'
હવે, આપણે ‘સપ્તભંગી'ની વિચારણા કરવાની છે. પરંતુ, તે પહેલાં, એ સમજવા માટે અત્યંત આવશ્યક એવા “અપેક્ષા’ શબ્દને પ્રથમ સમજી લઇએ.