________________
મા ૯૮
અનેકાંત અને સ્યાદ્વાદ પ્રમાણ પ્રકારે ઓળખીએ છીએ. પહેલામાં ઓળખવા માટેની સંજ્ઞા અથવા નામ, બીજામાં મૂળ વ્યક્તિના આકારની અથવા નામની અન્ય વસ્તુમાં સ્થાપના, ત્રીજામાં ભૂતકાળ અથવા ભવિષ્યકાળનો વર્તમાન સંબંધ અને ચોથામાં તે વસ્તુ યા વ્યક્તિના વર્તમાનમાં વિદ્યમાન ગુણ ધર્મો ઉલ્લેખ, આટલું એ ચારમાં આવ્યું.
આ નિક્ષેપોનું આટલું વિવરણ કર્યા પછી, નય અને નિક્ષેપ વચ્ચે શો સંબંધ છે તે હવે આપણે સમજી લઇએ.
‘ના’, જ્ઞાનમૂલક, વચનાત્મક અથવા જ્ઞાનાત્મક છે. નય મારફતે આપણે વસ્તુનું જ્ઞાન મેળવીએ છીએ. એટલે, એને વસ્તુ (પદાર્થ) સાથે સંબંધ હોવાથી વસ્તુ યા પદાર્થ સાથેના તેના સંબંધને “વિષય-વિષયી ભાવ” કહેવામાં આવે છે.
આ નિક્ષેપ, “અર્થાત્મક' છે એક જ શબ્દ અમુક અર્થમાં “નામ” છે, અમુક અર્થમાં ‘આકૃતિ' છે, અમુક અર્થમાં ‘દ્રવ્ય છે અને અમુક અર્થમાં “ભાવ” છે. એની સમજણ આ નિક્ષેપ આપે છે. અહીં આપણે શબ્દ તથા તેના અર્થનો જે પરસ્પર સંબંધ જોડ્યો. તેવો સંબંધ નય અને નિક્ષેપ વચ્ચે છે. નય અને નિક્ષેપ વચ્ચેના સંબંધને “ય-જ્ઞાયક સંબંધ તરીકે ઓળખવામાં આવે છે. આ સંબંધની સ્થાપના તે નિક્ષેપ છે. એ સંબંધ તથા તેની ક્રિયા દ્વારા જાણી શકાય છે. એટલે, નિક્ષેપ પણ નયનો જ વિષય છે. એ બે વચ્ચે “વા-વાચક-ભાવ' છે.
નય અંગેની આ વિચારણામાં આપણે નય શબ્દનો અર્થ સમજ્યા, તેના ઉપયોગ અંગેની સામાન્ય માહિતી પણ આપણે મેળવી અને તેની સાથે, જેની સાથે સંબંધ છે તેવા પ્રમાણ તથા નિક્ષેપ વિષે પણ સંક્ષિપ્ત સમજુતિ આપણે મેળવી લીધી છે.
હવે આપણે, “સાત નયને ક્રમશઃ સમજવા માટે આગળ ચાલીએ.