________________
આ સાત નવા દ ર
૧૧૧ બધો જ વ્યવહાર અસદુવ્યવહાર છે.
આ નિશ્ચય અને વ્યવહારની વાત ખૂબ ખૂબ અગત્યની છે. આપણી ઉન્નતિ અથવા અવનતિનો માર્ગ આ નિશ્ચય તથા વ્યવહાર અંગેની આપણી સ્પષ્ટ સમજણ એટલે સમ્યગૂંજ્ઞાન અથવા અજ્ઞાન ઉપર આધાર રાખે છે.
આત્મિક (પારમાર્થિક) અને ભૌતિક (વ્યવહારિક) એ બંને ક્ષેત્રોમાં આપણો સાચો ઉત્કર્ષ, નિશ્ચય અને વ્યવહાર વિષેની આપણી સુસમજણ દ્વારા જ સાધી શકાય છે.
આપણે પારમાર્થિક ક્ષેત્રની વાત લઈએ. ‘આત્મા સ્વભાવથી શુદ્ધ છે અને કર્મથી બંધાયેલો છે, એટલે અશુદ્ધ છે. આ વાત તો સૌએ કબૂલ રાખેલી છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં આપણે જો પ્રગતિ કરવા ઇચ્છતા હોઇએ, તો એવો નિર્ણય આપણે કરવો પડશે, કે આત્માને વળગેલી અશુદ્ધિને ટાળીને આત્માના મૂળ સ્વરૂપને સિદ્ધ કરવું એ એક માત્ર ધ્યેય આપણી તમામ પ્રવૃત્તિઓનું કેદ્ર હોવું જોઇએ. આવો નિશ્ચય જયારે આપણે કરી લઇશું ત્યારે તે શુદ્ધ નિશ્ચય દષ્ટિ બની જશે. હવે આવો નિશ્ચય જો આપણે એકવાર કરી લઇએ, તો પછી, આપણા તમામ આચારનું એક માત્ર લક્ષ્ય આત્માને લાગેલી અશુદ્ધિઓને દૂર કરવાનું રહેશે.
જૈન તત્ત્વજ્ઞઆનીઓએ મોક્ષપ્રાપ્તિના સાધન તરીકે “જ્ઞાનક્રિયાભ્યાં મોક્ષ એવું એક વાક્ય આપેલું છે. આ વાક્યમાં નિશ્ચય અને વ્યવહાર એ બંને બાબતોનો ઉલ્લેખ છે. આમાં, “આપણે આપણા આત્માને મુક્ત કરવો છે.” એવું જે “જ્ઞાન છે તે ‘નિશ્ચય છે અને એ માટે જે કંઈ કાર્ય, આચરણ વિગેરે રૂપી ક્રિયા કરવાની છે તે વ્યવહાર” છે. - “વસ્તુનું તાત્ત્વિક સ્વરૂપ' નિશ્ચય એવો જે અર્થ આપણે ઉપર કર્યો છે તે પણ આ દૃષ્ટિથી જ કરવામાં આવ્યો છે. આપણા શરીરને આપણે ચેતન અવસ્થામાં . જ્યારે જોઇએ છીએ, ત્યારે તેમાં જીવ પદાર્થનો પુદ્ગલ પદાર્થ સાથેનો જે સંયોગ થયો છે, તે આપણી સમજણમાં આવે જ છે. આપણી તમામ પ્રવૃત્તિઓનો કર્તા અને ભોક્તા આત્મા પોતે જ છે, એ વાત પણ આપણે જાણીએ છીએ. આ આત્મા માટેનું અંતિમ ધ્યેય, પોતાના પુદ્ગલમિશ્રિત અશુદ્ધ સ્વરૂપમાંથી મુક્ત થવાનું અને એમ કરીને પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવાનું મનાયું છે. આ જે “શુદ્ધ સ્વરૂપ છે તે જીવ દ્રવ્યનું પોતાનું મૂળ તત્ત્વ છે. આ મૂળ તત્ત્વને સમજનારી દષ્ટિ, તે “નિશ્ચય નય છે અને એની વર્તમાન અવસ્થાને સ્પર્શનારી દષ્ટિ, તે “નિશ્ચય નય છે. અને એની વર્તમાન અવસ્થાને સ્પર્શનારી દષ્ટિ, તે “વ્યવહાર નય છે. અહીં જે દૃષ્ટિ, આત્માની વર્તમાન અવસ્થાને સ્પર્શે છે, તે દૃષ્ટિ, નિશ્ચયનયની અપેક્ષાને આધીન