________________
૧૩૦
અનેકાંત અને સ્યાદ્વાદ વધા
આમ, આ બીજી કસોટી દ્વારા તપાસતાં આપણે સમજ્યા કે ઘડો તથા ફુલદાની નથી. આ કસોટી (ભંગ) પુરતી એ નિશ્ચિત વાત બની ગઇ. પેલો ‘સ્યાત્’ શબ્દ આ બીજા ભંગમાં પણ આ નિર્ણયની સાપેક્ષતાનું સૂચન કરે છે અને ‘એવ‘ શબ્દ નિશ્ચિતભાવ બતાવે છે.
આ બે પ્રકારની જિજ્ઞાસાઓને સંતોષ્યા પછી વળી પાછી ત્રીજી જિજ્ઞાસા જાગે છે કે ત્યારે શું ઘડો ઉભય સ્વરૂપ છે ? આનો જવાબ આપવા ત્રીજો ભંગ તૈયાર જ ઉભો છે. એને હાથમાં લેતાં પહેલાં, એક સગવડ ખાતર અપેક્ષાને લગતા આપણા શબ્દ પ્રયોગોનો આપણે એક ‘સંગ્રહ’ કરી લઇએ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચાર શબ્દોને બદલે આપણે ‘ચતુષ્ટ્ય’ શબ્દ વાપરીશું. આવશ્યક્તા મુજબ તેમાં ‘સ્વ’ અને ‘પ૨’ ઉમેરીને આપણે ‘સ્વચતુષ્ટચ’ તથા ‘પરચતુચ્’ શબ્દનો ઉપયોગ કરીશું. હવે જુઓ ત્રીજી જિજ્ઞાસાનો જવાબ આ છે, -
કસોટી - ૩ : ચાવસ્તિનાસ્તિ ચૈવ થતઃ ।
હવે એની સંધી છુટી પાડીએ : ચાત+ 1+તિ+ન+સ્તિ+7+yq+ઘટ / એનો અર્થ થયો : ‘કચિત્ વડો છે જ અને કથંચિત્ નથી જ.’
આપણી બુદ્ધિની ખરી કસોટી હવે અહિંથી થાય છે. પ્રથમ બે ભંગ દ્વારા આપણે જાણ્યું કે ઘડો છે અને ઘડો નથી. તે વખતે તો, આપણે સમજ્યા, કે ઠીક છે ભાઇ, ઘડો જ્યાં છે ત્યાં છે અને જ્યાં નથી ત્યાં નથી. પણ ત્રીજા ભંગમાં તો ‘છે અને નથી’ એવી એક સંયુક્ત વાત કહેવામાં આવે છે. આ વળી શું? છે, તો છે; નથી તો નથી. તો પછી, અહિં ‘છે અને નથી’ એવી સંદિગ્ધ વાત’કરવાની શું જરૂર પડી ?
સૌથી પહેલા તો, આ જ્ઞાન ગમ્મત જેવી લાગતી વાતમાં કશીએ અનિશ્ચિતતા કે સંદિગ્ધતા નથી એ વાત આપણે સમજી લઇએ.
પહેલા તથા બીજા ભંગના સરવાળા જેવી આ વાત દેખાય છે; પરંતુ એ સરવાળો નથી. એ એક ‘ત્રીજી નિશ્ચિત’ વાત છે.
અહિં અગાઉ સમજી લીધેલી વાતને આપણે યાદ કરીએ. ‘પરસ્પર વિરોધી છતાં સંબંધિત એવા અનેક ગુણધર્મો એક જ વસ્તુમાં રહેલા છે.’ આ વાત અગાઉ કહેવાઇ ગઇ છે.
આ ત્રીજો ભંગ, અહિં એક એવી વાત કરે છે. જે વાત પહેલા તથા બીજા . ભંગમાં કહેવામાં આવી નથી. વસ્તુમાં જે ભિન્ન ભિન્ન સ્વરૂપો હોય છે, તે જુદા જુદા સ્વરૂપોના સમૂહ કે સરવાળા સમા હોતા નથી, સ્વતંત્ર હોય છે, આ વાત તો અનુભવથી આપણે જાણીએ છીએ. કદાચ સરવાળો હોય તો પણ એનું સ્વરૂપ જુદું જ હોય છે.