________________
આ
સ્યાદ્વાદ
સ્યાદ્વાદ
અનેકાંતવાદ વિષે પાછળનાં પાનાંઓમાં જે લેખાઇ ગયું છે, તે વાંચ્યા અને વિચાર્યા પછી આ અપ્રતિમ તત્ત્વજ્ઞાન વિષેની પ્રાથમિક સમજણ આપણામાં ઠીક ઠીક આવી ગઈ છે, એવું માનવામાં હવે વાંધો નથી.
આપણે એટલું તો હવે બરાબર સમજી ગયા છીએ કે પ્રત્યેક વસ્તુ પરસ્પર વિરોધી એવા અનંત ગુણધર્મોથી ભરેલી છે. વળી એ પણ સમજાઈ ગયું છે કે પરસ્પર વિરોધી જણાતા આવા તત્ત્વોને અનેકાંત દષ્ટિથી જોવાથી જ તેની સમજ પડે છે.
આ સમજણ આપણને બરાબર પડે તથા એનું સ્પષ્ટ દર્શન આપણને થાય તેવું કોઈ ગણિત કે પદ્ધતિ જો આપણી સમક્ષ હોય, તો તે આપણને ખૂબ ઉપયોગી થઇ પડે. આ માટે, જૈન દાર્શનિકોએ “સ્યાદ્વાદ' નામથી ઓળખાતી પદ્ધતિ બતાવી છે.
અનેકાંત દષ્ટિથી એ નક્કી થયું છે કે પ્રત્યેક વસ્તુ પરસ્પર વિરોધી એવા ગુણધર્મોથી યુક્ત હોય છે. આ બાબતને યુક્તિયુક્ત અને સતર્ક (Logically) રજુ કરવા માટે જે રીતે જોઇએ તે રીત, તે પદ્ધતિ, યાદ્વાદ બતાવે છે.
સ્યાદ્વાદ', અનેકાંતવાદ અથવા અપેક્ષાવાદ (સાપેક્ષવાદ) નામથી પણ ઓળખવામાં આવે છે. અનેકાંતવાદ અને સ્યાદ્વાદ સામાન્ય દૃષ્ટિથી લગભગ એક જેવા લાગે છે, પરંતુ એ બંનેને આપણે સ્પષ્ટ સમજીએ તો જણાશે કે “અનેકાંતવાદના તત્ત્વજ્ઞાનની રજુઆત કરવા માટેની ‘સાદૂવાદ એક પદ્ધતિ છે.
અનેકાંત તથા સ્યાદ્વાદનો સંબંધ વાચ્ય-વાચક જેવો અથવા “સાધ્ય-સાધક' જેવો પણ ઘટાવવામાં આવે છે. અહીં આપણે જો ઉપમા આપવા બેસીએ તો અનેકાંતને સુવર્ણની અને સાદુવાદને કસોટીની, અથવા અનેકાંતને એક કિલ્લાની અને સ્યાદ્વાદને એ કિલ્લા તરફ દોરી જતા વિવિધ માર્ગો બતાવતા નકશાની સાથે સરખાવી શકાય.
પરંતુ, અહીં એક વસ્તુ સ્પષ્ટ કરવાની જરૂર છે કે આ અનેકાંતવાદ અને સ્યાદ્વાદ, એક જ તત્ત્વવિજ્ઞાનના અંગ હોઈ વસ્તુતઃ બંને એક જ છે.
સ્યાદ્વાદ' શબ્દમાં ‘સ્યાત્’ અને ‘વાદ' એવા બે શબ્દો ભેગા મળેલા છે. આ 'ચાતુ' શબ્દનો અર્થ આપણે બરાબર સમજી લઇએ. આગળ જ્યારે સપ્તભંગી અંગેનું નિરૂપણ આવશે ત્યારે તેમાં પણ આ ‘સ્યાત’ શબ્દને ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવતો આપણે જોઇશું. એટલા માટે, આ શબ્દનો અર્થ આપણે પ્રથમથી જ